કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો. કે અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મળી ચૂકી છે, ભારતનો નંબર ક્યારે લાગવાનો છે?
23 lakh people in the world have already received Covid vaccinations.
China, US, UK, Russia have started…
India ka number kab ayegaa, Modi ji? pic.twitter.com/cSmT8laNfJ
— Rahul Gandhi (@RahulGandhi) December 23, 2020
ભારતમાં ત્રણેક સ્થળે સ્વદેશી સાધનો દ્વારા અને વિદેશી કંપનીઓ સાથેના સહયોગથી કોરોના વિરોધી રસી બનાવવાનું કામ ચાલુ હતું. ખુદ વડા પ્રધાન આ લેબોરેટરીઓની રૂબરૂ મુલાકાત લઇને રસીનું કામ કેટલે પહોંચ્યું એની જાતતપાસ કરી હતી. આ સપ્તાહેજ કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને કરેલી જાહેરાત મુજબ 2021ના જાન્યુઆરીથી આપણે ત્યાં પણ રસી આપવાની શરૂઆત થશે. પહેલે તબક્કે હેલ્થ વર્કર્સ, લશ્કરના જવાનો અને સફાઇ કામદારો જેવા જીવન જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકોને રસી અપાશે એવી માહિતી તેમણે આપી હતી.
અમેરિકા અને બ્રિટને રસીકરણ શરૂ કર્યું હતું પરંતુ આપણે ત્યાં રસી તો તૈયાર છે પરંતુ એની ક્લીનીકલ ટ્રાયલ ચાલુ હોવાથી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું નથી કે કઇ કંપનીની રસી આપવાથી રસીકરણ શરૂ થશે. એવા સમયે રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર શાબ્દિક હુમલો કર્યો હતો. સોશ્યલ મિડિયા પર તેમણે ટ્વીટ કરી હતી અને મોદી સરકારની ટીકા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.