દિલ્લી: બ્લાસ્ટ થયાની થોડી ક્ષણોમાં જ ઘટનાની બારીકાઇથી તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-NIA અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ-NSG ની ટીમ આવી ગઈ હતી ત્યારે આ કેસમાં હજુ એક નવો વળાંક આવ્યો છે સોમવારે સાંજે દિલ્હીના આઇકોનિક લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા વિસ્ફોટના સ્થળ નજીક જમીન પરથી એક જીવતો કારતૂસ મળી આવ્યો છે જેને લઈને આ ઘટનાની રહસ્ય હજુ વધુ ઘેરાયું છે.
હાલમાં દિલ્લીની મીડિયાએ જાહેર કરેલી માહિતી મુજબ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા, 20 ઘાયલ થયા હતા અને અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા છે. દિલ્હીના પોલીસ કમિશનર સતીશ ગોલચાએ મીડિયાને જણાવ્યું હતું કે લાલ કિલ્લાના ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતા વાહનમાં વિસ્ફોટ થયો હતો. વધુમાં કહ્યું કે, “વાહનની અંદર મુસાફરો હતા.”
આ વિસ્ફોટના પડઘાં હાલમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના અમુક બોર્ડર પરના જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ,અને ડાંગ તાપીના સરહદી વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.











