ખેરગામ: આજરોજ ખેરગામના તીઘરા અંડરગોટા મુખ્ય રસ્તાને તીઘરા ગોરગામ સાથે જોડતા રસ્તા પર બમ્પરના અભાવે હાઈસ્પીડ વાહનોને લીધે વારંવાર અકસ્માત થતાં આવેલ જેના લીધે ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણીઓ પ્રસરી હતી. જેને લઈને આજે બમ્પર નિર્માણનું કામગીરી શરુ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ તીઘરા ગામના આદિવાસી આગેવાનો દ્વારા વલસાડ આર & બી સાથે સતત સંકલનમાં રહી સતત રજૂઆત કરતા RNB વિભાગે રજૂઆત ધ્યાને લઇ બમ્પરો મૂકી આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આદિવાસી સમાજના આગેવાન ડો.નિરવ પટેલ 9 મી ઓગસ્ટની જનજાગૃતિ સભામાં ગ્રામજનો મુકેશભાઈ નવીનભાઈ,સતિષભાઇ,ચેતનભાઈ મિકેનિક વગેરેએ રજૂઆત કરી હતી અને દિવાળી પછી કાયદાકીય રાહે રજૂઆત મુદ્દે મારા બનતા પુરા પ્રયાસ હું કરીશ એમ ડો. નિરવ પટેલે જણાવ્યું હતું.

ત્યારે હાલમાં તીઘરા અંડરગોટા મુખ્ય રસ્તાને તીઘરા ગોરગામ સાથે જોડતા રસ્તા પર બમ્પરનું નિર્માણ થઇ રહ્યું છે એવા સમયે વર્ષો જૂની ઓવરસ્પીડના કારણે અસ્ક્માંતો થતા રહેતા હોવાની સમસ્યા નિવારવા માટે ગ્રામજનો ખુબ જ રાહતની લાગણીઓ અનુભવી ડો. નિરવ પટેલનો આભાર માની રહ્યા છે. ગ્રામજનો કહે છે કે હવેથી બમ્પરોના લીધે લીધે વાહનોની ગતિ કાબુમાં આવશે, અકસ્માતો ઓછા થશે, જાનમાલને થતું નુકસાન બચશે એનો અમને આનંદ છે.