વાંસદા: ખેલ મહાકુંભના વાંસદા તાલુકા કક્ષાના સ્તરે યોજાયેલી સ્પર્ધામાં વાંસડા હોમગાર્ડ્સ યુનિટની ખેલાડી સારાબેન ગાઈને લાંબી કૂદની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને તેની યુનિટને ગૌરવ અપાવતાં સિદ્ધિથી હોમગાર્ડ્સ યુનિટમાં આનંદ અને ગર્વની લાગણીઓ છવાઈ ગઈ છે.

આ સ્પર્ધા વાંસદા તાલુકાકક્ષાની ખેલ મહાકુંભના ભાગરૂપે આયોજિત થઈ હતી,જેમાં સારાબેન ગાઈને તેની અભ્યાસપૂર્વક તૈયારી અને અથાગ પ્રયત્નોના ફળે આ પ્રથમક્રમ મેળવ્યો હતો. તેમણે સ્પર્ધામાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું, આ ખબર મળતા જ વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફે અને હોમગાર્ડ્સ યુનિટ સારાબેને અભિનંદન આપ્યા હતા.

ખેરગામના જાણીતા યુથલીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે પણ સારાબેન ગાઈનની આ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન વ્યક્ત કર્યા. ડો. પટેલે કહ્યું, “સારાબેનનું આ પ્રદર્શન એક વ્યક્તિગત વિજય નથી, પરંતુ આખા તાલુકાના યુવાનો માટે એક ઉદાહરણ છે. આવા પ્રયત્નોથી જ ખેલ મહાકુંભ જેવા મહત્વપૂર્ણ આયોજનોને વધુ સફળ બનાવી શકાય છે.” તેઓએ વધુમાં જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષાના સ્તરે પણ આગળ વધવાની શુભેચ્છા આપી.

સારાબેન વિરલભાઈના આ વિજયથી વાંસદા હોમગાર્ડ્સ યુનિટમાં નવી ઉર્જા જાગશે. યુનિટના અન્ય સભ્યો કહે છે કે આ સિદ્ધિ તેમને આગળની સ્પર્ધાઓ માટે વધુ મહેનત કરવા પ્રોત્સાહિત કરશે. વાંસદાવાસીઓએ પણ આ સારાબેન ગાઈને સમર્થન આપીને તેમના આગળના પ્રયાસોને સફળ બનાવવાની અપીલ કરી છે.