ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા 10 હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.
મુખ્યમંત્રી કમોસમી વરસાદથી પાક નુકશાનમાં 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને લાભ મળશે. નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવામાં આવી હતી. બાદમાં 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.
એક ગણતરી મુજબ 1 હેક્ટર એટલે 6.25 વીઘા = 22000/6.25 3520 રૂપિયા એટલે કે એક વીઘા 3529 રૂપિયા, બે વીઘા 7040 રૂપિયા ત્રણ વીઘા 10560 રૂપિયા,ચાર વીઘા 14080 રૂપિયા, પાંચ વીઘા 17600 રૂપિયા છ વીઘા 21120 રૂપિયા, સાત વીઘા 24640 રૂપિયા, આઠ વીઘા 28160 રૂપિયા નવ વીઘા 31680 રૂપિયા, દસ વીઘા 35200 રૂપિયા, અગિયાર વીઘા 38720 અને બાર વીઘા 42240 રૂપિયા જેટલા લાભમાં મળવાપાત્ર છે એમ કહી શકાય .











