ન્યૂયોર્કઃ વર્તમાન સમયમાં વિશ્વની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલ આગામી વર્ષોમાં મોટરકારોની દુનિયામાં પ્રવેશ કરવાની છે. મળતી વિગત પ્રમાણે, કંપની ૨૦૨૪ સુધીમાં તેની ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી દેશેની માહિતી મળી રહી છે.
આ એપલની કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજીવાળી અને પેસેન્જર કાર હશે. એપલ કંપની પ્રોજેક્ટ ટાઈટન નામથી ૨૦૧૪ની સાલથી ઓટો સેક્ટરમાં એન્ટ્રી કરી ચૂકી છે. કંપની અગાઉ કારની ડિઝાઈનનું કામ કરતી હતી અને ત્યારબાદ તે કારના સોફ્ટવેરને ડેવલપ કરવામાં આગળ વધી છે.
હાલમાં એપલ આ પ્રોજેક્ટ પર બહુ ઝડપથી કામ કરી રહી છે. એનું લક્ષ્ય ગ્રાહકો માટે એક ઉપયોગી વાહન બનાવવાનું છે. તેનો પ્લાન કોઈક એવી નવી બેટરી ડિઝાઈન કરવાનો છે જે બેટરીનો વપરાશ ઘણો ઓછો કરી દે અને કારની રેન્જમાં વધારો કરી દે છે એપલ કંપની મોબાઈલમાં તો પોતાનું ટોચનું સ્થાન મેળવવામાં સફળ બની હવે આવનારો સમયમાં કારબજારમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા અને જનમત મેળવવામાં સફળતા મળે છે કે નહિ. એપલ કંપનીના કારબજારમાં ઉતારવાનો નિર્ણય કેટલો સાર્થક સાબિત થાય છે.