નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7 સપ્ટેમ્બર રાત્રે 22:00થી 22:30 વાગ્યા દરમિયાન બની હતી.

ફોરેસ્ટર મીનાબેન ધુમ (42)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આગમાં ડોરમેટરીમાં રાખેલા પ્રવાસીઓના 4 મોબાઈલ અને તેમનો અન્ય સામાન નષ્ટ થયો હતો. આ ઉપરાંત, ડોરમેટરીમાં રાખેલા 12 ડબલ બેડ, ચાદર, રજાઈ, તકિયા, ગાદલા, 4 સીલિંગ પંખા, ટેબલ-ખુરશી, ઝીન પ્લાસ્ટિક અને દરવાજાને પણ નુકસાન થયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના સમયે ડોરમેટરીમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આગથી થયેલા નુકસાનની કુલ કિંમત આશરે રૂ. 4 લાખ આંકવામાં આવી છે. વાંસદા પોલીસ સ્ટેશનના WHC જીગ્નીશાબેન નિલેશકુમાર (બજેટ નંબર-901) દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.