વલસાડ: વલસાડ-પારડી કોસ્ટલ હાઇવે પર પાર નદીના બ્રિજ પરથી એક યુવકે આપઘાત કર્યો છે. યુવક પોતાની બાઇક બ્રિજ પર મૂકી ચાલતા-ચાલતા બ્રિજની વચ્ચે આવ્યો હતો. ત્યારબાદ અચાનક બ્રિજની પાળી પર ચડી નદીમાં કૂદકો લગાવી દીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ બ્રિજ પર હાજર સ્થાનિક લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહીં. યુવકને નદીના વહેતા પાણીમાં તણાતો જોઈને તરત જ સ્થાનિક તરવૈયાઓ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.નદીમાં વહેતા પાણીમાં યુવકની શોધખોળ મુશ્કેલ બની હતી.
અંધારું થઈ ગયું હોવાથી બચાવ ટીમે યુવકની લાશની શોધખોળ આવતીકાલ સવાર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક યુવકોના જણાવ્યા અનુસાર, આ ઘટના એટલી ઝડપથી બની કે નજીક ઉભેલા લોકોને પણ યુવકને બચાવવાનો સમય મળ્યો નહીં. સ્થાનિક લોકોએ યુવકને નદીના ધસમસતા પાણીમાં ખેંચાતા જોયો હતો.











