નાનાપોઢાં : આજરોજ દેશમાં સતત વધી રહેલી અસહ્ય મોંઘવારીના વિરોધમાં આજરોજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નાનાપોઢાં તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સિલિન્ડર, દૂધ, સીએનજી તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કમરતોડ ભાવવધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગની જનતા પર અસહ્ય આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારી પર તાત્કાલિક અંકુશ મેળવવા અને જનતાને રાહત આપવા માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સંગઠન મંત્રી જયેન્દ્ર ગાંવિત, કપરાડા વિધાનસભાના પ્રભારી ગુલાબભાઈ પટેલ, સંગઠન મંત્રી રાજેશભાઈ રાઉત, સોશિયલ મીડિયા પ્રમુખ અજીતભાઈ પટેલ, યુવા પ્રમુખ લતેશભાઈ પટેલ, નાનાપોન્ઢા પ્રમુખ નીરવભાઈ પટેલ તેમજ સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here