ગ્રામ પંચાયતની ચૂંટણી: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજયની તાલુકા પંચાયતમાં ફોર્મ સ્વિકારની કામગીરીમાં ધસારો રહ્યો હતો. ગુજરાત 33 જિલ્લામાં 8000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે બિનરાજકીય પક્ષ ગણાતી ગ્રામ પંચાયતોની ચૂંટણી રસપ્રદ બની રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થયા બાદ હાલમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યના ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી 9 મી, સોમવાર સુધી ચાલુ રહેવાની છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની સામે ફોર્મનું વિતરણ પણ વધારે માત્રામાં થયું હોવાથી અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધસારો રહેવાની શકયતા રહેલી છે. કેટલીક ગ્રામ પંચાયતમાં સભ્યોની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. આથી સામાન્ય ચૂંટણીવાળા ગામોમાં સરપચં તેમજ સભ્યોમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો રહેવાની શકયતા રહેલી છે. તેવી રીતે પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ટેકેદારો સાથે ઉમેદવારો તાલુકા પંચાયતમાં હાજર રહેવાથી કામગીરીનો ધસારો રહેશે.
જોકે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય સરકારના સમરસ ગામ યોજનાની અમલી કરવા માટે ગ્રામ પંચાયત સમરસ થાય તે દિશામાં રાજકીય પક્ષો દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા ગામો સમરસ થાય છે. ફોર્મ ભરવાની છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોનો ધસારો રહેશે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને તારીખ 11 મી ઉમેદવારી પત્ર પાછા ખેંચશે આ તમામ ગ્રામ પંચાયતો માટે 22 મી જુનના રોજ મતદાન યોજાશે. સવારે સાત થી સાંજના છ દરમિયાન મતદાન થશે.

