વલસાડ: કોરોનાનું સંક્રમણ વલસાડ જિલ્લામાં ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડ તાલુકાના 33 વર્ષીય યુવકને કોરોના ના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ જોવા મળતાં દર્દીઓમાં વધુ એક નવા કેસ ઉમેરતા સંખ્યા પર પહોંચી ગઈ છે.

Decision news એ મેળવેલ જાણકારી પ્રમાણે છેલ્લો કેસ 3 મેના રોજ ખાનગી હોસ્પિટલમાં જોબ કરતી એક 22 વર્ષીય યુવતીનો મળી આવ્યો હતો.આ યુવતીની તબિયત બગડતાં આરટીપીસીઆર ચેકમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.જેને હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.જ્યારે બાકીના કેસોમાં હોમ આઇસોલેશનમાં મૂકાયા હતા.

ગતરોજ જે કેસ નોંધાયો છે તેમાં વલસાડ શહેરના મોગરાવાડીમાં આવેલા શિવપ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતાં 33 વર્ષીય પુરૂષનો કેસ છે.જેમનો રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલમાં લોકોને જાતે તકેદારી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે સૂચના આપી છે.