ધરમપુર: ધરમપુર તાલુકાના શેરીમાળથી આસુરા તરફ જતા માર્ગ પર મધરાત્રે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આસુરા ગામના કાળવાળિયું ફળિયા પાસે રાત્રે આશરે ૧:૦૦ થી ૧:૩૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહને રસ્તાની બાજુમાં આવેલા જીઈબી (GEB) ના વીજ થાંભલાને પણ તોડી નાખ્યો હતો.

Decision News ને મળેલી જાણકરી મુજબ  આ અકસ્માત સમયે વાહનમાં કુલ પાંચ યુવાનો સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાત્રે જ ધરમપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનોની વિગત: વિરલ કમલેશ પટેલ (રહે. સોલધરા), મેહુલ ભરત પટેલ (રહે. ખેરગામ), નયનેશ રાજેશ સોલંકી (રહે. ધરમપુર), ક્રિષ્ના મહેશ ભીંસરા (રહે. શેરીમાળ),પ્રજ્ઞેશ નરેશ ભોયા (રહે. ધરમપુર) વગેરેનો સમાવેશ થાય છે.

ધરમપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વિરલ કમલેશ પટેલ અને મેહુલ ભરત પટેલની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. મધરાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here