Operation Sindoor: ભારતીય સુરક્ષા એજન્સીઓએ આઠમી મેના રોજ વહેલી સવારે પાકિસ્તાનના અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલા પાકિસ્તાનની એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ પર હતા. આ ઓપરેશનમાં ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી નાંખી હતી.
આ પહેલા પાકિસ્તાને ભારતના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો છે, જેમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઇ અને ગુજરાતનું ભુજ સામેલ છે.
ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા ભારત સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. જો પાકિસ્તાન આવું કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. આમ છતાં, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાની નાપાક હરકત કરી હતી.?

