ધરમપુર તાલુકાના આવધા ગ્રામ પંચાયત, આવધા પ્રાથમિકશાળા તેમજ RAINBOW WARRIORS DHARAMPURનો એક નવતર પ્રયોગ લોક ભાગીદારી અને લોક જવાબદારીથી “સાકાર” વાંચન કુટિરનું મંગલાચરણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુબઈના સૌજન્યથી આગામી તા. ૧૨ મી જાન્યુઆરી ૨૦૨૧ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ( રાષ્ટ્રીય યુવા દિવસ)ના રોજ થાય, તેવું આયોજન છે.
ધરમપુર તાલુકાના આવધા ગામમાં વાંચન કુટીરનો નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે. આ વાંચન કુટિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારોને બાહ્ય પરીક્ષા અંગેનું માર્ગ દર્શન આપવું અને નોકરી, રોજગાર-ધંધા વિષેની માહિતી આપવાનો છે. ધરમપુર તાલુકાના આવધા ગામના ગ્રામ પંચાયત ભવનમાં વાંચન કુટિર શરુ કરવા માટેની જરૂરી સુવિધાઓ કરવામાં આવી રહી છે.
વાંચન કુટીરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ પણ વાચકો માટે મદદ કરી શકો છો.
પુસ્તકો આપીને, (ખરીદીને અથવા તમારે ત્યાં હોય તે પુસ્તકો આપીને), પુસ્તક માટે જરુરી આર્થિક સહાય કરીને, અન્ય કોઈનો સંપર્ક કરીને તેમની પાસેથી પુસ્તકો અથવા પુસ્તકો માટેની આર્થિક સહાય મેળવીને મદદ કરી શકો છો. આ વાંચન કુટિરની જ્ઞાન સરવાણીનો લાભ આવધા ગામની ૩ પ્રાથમિક શાળાના ૫૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ૧૫૦ જેટલા ગામના બેરોજગાર યુવાનોને અને ૩૫૦ જેટલા ખેડૂતોને થશે.
તદ્ઉપરાંત ગામની મહિલાઓે ,બાળકો અને સિનિયર સિટીઝન્સને પણ વાંચન કુટિરનો લાભ મળશે જેનાથી ગામના લોકો જાગૃત થશે અને દેશ દુનિયામાં બનતી ઘટનાઓની માહિતી વાકેફ થશે આવો સૌ સાથે મળીને આપણે આ વાંચન કુટીરમાં મદદ રૂપ બનીએ.