નવીન: કલ્પના કરો કે તમે ઘરે તમારી પત્ની સાથે ધ્યાન કરી રહ્યા છો. તે અચાનક પડી જાય છે. તમે એમ્બ્યુલન્સ બોલાવતા નથી. તમે તેને હોસ્પિટલ લઈ જતા નથી. તમે ડૉક્ટરને બોલાવતા નથી. તે મૃત્યુ પામે છે. 12 કલાકથી ઓછા સમય પછી તમે તમારી પત્નીના મૃતદેહને બાળી નાખો છો, ભલે તેના માતા-પિતા અંતિમ વિધિ માટે આવી રહ્યા હોય. તેઓ રસ્તામાં હોય. અને તેમણે ડેડ બોડીને સ્પર્શ ન કરવાનું કહ્યું હોય. જ્યારે તેઓ આવે છે, ત્યારે એક કલાક મોડું થઈ ગયું હોય છે – તેમની પુત્રીનું શરીર બળી ગયેલું હોય છે. પછી તમે જાહેર કરો છો કે તમારી પત્નીને enlightenment-જ્ઞાન પ્રાપ્ત થયું છે અને કહો છો કે તે થોડા સમય માટે ‘મરવા માંગતી હતી’. તમે જાહેરમાં કહો છો કે 13 લોકોએ તેણીનું ‘જ્ઞાન’ જોયું હતું, પરંતુ પછીથી સંખ્યા વધારીને કહો છો કે ‘સેંકડો’ હાજર હતા.

આ સદગુરુની વાર્તા છે.

દાયકાઓથી તેઓ તેમની પત્ની વિજ્જી-વિજયકુમારીના શંકાસ્પદ મૃત્યુને આ રીતે સમજાવી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે તેણી મહાસમાધિ દ્વારા ‘મોક્ષ પ્રાપ્તિ કરવા માંગતી હતી’. તે જ સમયે, ઘણા લોકો વર્ષોથી આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તે તેના મૃત્યુ માટે જવાબદાર છે? હવે, તેમણે વિજ્જી વિશેની 2.5 કલાકની નાટકીય દસ્તાવેજી ફિલ્મમાં જૂઠી વાર્તાને વધુ મજબૂત બનાવી છે, જ્યાં તેઓ એ જ દાવાઓનું પુનરાવર્તન કરે છે.

સદગુરુ તેમની પત્નીના મૃત્યુના કારણ વિશે આટલા ચોક્કસ કેમ છે? જો તે ખરેખર ધ્યાન કરતી વખતે બેહોશ થઈ ગઈ હોય અને મૃત્યુ પામી હોય, તો તે હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, એન્યુરિઝમ અથવા અન્ય ઘણી બાબતો હોઈ શકે છે. કોઈ તબીબી તપાસ કે શબપરીક્ષણ નહોતું થયું – તેમણે શરીરને એટલી ઝડપથી બાળી નાખ્યું. કોઈ હાજર પણ ન હતું. આપણે જાણી શકતા નથી. આમ, વાર્તાને નિયંત્રિત કરવાનો સદગુરુનો આક્રમક પ્રયાસ શંકાસ્પદ છે. અને જો આ ખરેખર ‘મહાસમાધિ’ હતી, તો હિન્દુ પરંપરાઓ તે પ્રકારના મૃત્યુને અલગ રીતે વર્તે છે. તે સામાન્ય અગ્નિસંસ્કાર કરતાં દફન વિધિ કરે છે. તેના શરીરને બાળવાની ઉતાવળ વધુ પ્રશ્નો ઉભા કરે છે.

ફિલ્મમાં, એક વરિષ્ઠ સ્ટાફ સભ્ય કહે છે કે સદગુરુ ‘તેણીને પુનર્જીવિત કરવા માટે કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’ તેમનું જીવનચરિત્ર એ જ વિચારને પ્રતિબિંબિત કરે છે, દાવો કરે છે કે તેમણે તેમના ચક્રો પર ‘અવિરત’ કામ કર્યું હતું. પણ ઊભા રહો. જો તેમણે ઇરાદાપૂર્વક યોગિક ‘બહાર નીકળવું’ ઓળખ્યું હોય, તો પુનર્જીવિત થવાનો પ્રયાસ શા માટે?

પરંતુ જો તેઓ માનતા હતા કે તે એક તબીબી કટોકટી છે – બહારના તબીબી હસ્તક્ષેપ કેમ નહીં? ડૉક્ટર કેમ નહીં? એમ્બ્યુલન્સ કેમ નહીં? અને પછીથી, શા માટે સંપૂર્ણ ખાતરી છે કે તે મહાસમાધિ હતી અને તેણી ચોક્કસ ચક્રમાંથી નીકળી ગઈ? દસ્તાવેજી પછીની ભાવનાત્મક નૃત્ય નિર્દેશન પણ દર્શાવે છે. દસ્તાવેજીમાં એક મહિલા સદગુરુને યાદ કરે છે કે તેઓ બધાને કહેતા હતા, ‘કૃપા કરીને રડશો નહીં. તે દુઃખદ બાબત નથી. તે દરેક આધ્યાત્મિક સાધક માટે ગર્વની ક્ષણ છે કે તેણીએ પોતાની મેળે મહાસમાધિ પ્રાપ્ત કરી છે.’

શું તમે કટોકટી અને દુર્ઘટના દરમિયાન આ રીતે વાત કરો છો? તે કોચિંગ જેવું લાગે છે. ડોક્યુમેન્ટરી નક્કી કરી શકતી નથી કે આ તબીબી કટોકટી હતી કે આયોજિત (અને ગર્વિત) આધ્યાત્મિક કાર્ય. એક શ્વાસમાં તે તેણીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરે છે. બીજા શ્વાસમાં, તે કહે છે, તે મહાસમાધિ હતી, અને તેણીએ તેના હૃદય ચક્ર દ્વારા તેના શરીરને છોડી દીધું. સ્પષ્ટ છે કે સદગુરુ જૂઠી વાતા ઊભી કરે છે. મેં વિજ્જી અને સદગુરુના નજીકના મિત્ર અને સાથી શિષ્યોમાંથી એક, “કરિશ્મા” (નામ બદલ્યું છે) નો ઇન્ટરવ્યુ લીધો. તે વિજ્જીના મૃત્યુના થોડા કલાકો પછી જ ઘટનાસ્થળે પહોંચી હતી.

કરિશ્માએ મને કહ્યું કે ‘સમૂહ ધ્યાન’ વાર્તા (એટલે મહાસમાધિ સમયે બધા હાજર હતા, વિજયજી સાથે કંઈ ખોટું થયું નથી તે દર્શાવવા) સદગુરુ અને ટીમ દ્વારા મૃત્યુ પછી તરત જ શોધાઈ હતી. તેણીએ કહ્યું કે જ્યારે તેણીનું મૃત્યુ થયું ત્યારે તે ખરેખર વિજ્જી સાથે ઘરે એકલા હતા. કરિશ્માએ મને કહ્યું કે સદગુરુએ અમને કહેલ કે “કહો કે અમે બધા ધ્યાન કરી રહ્યા હતા, અને તે આ રીતે મૃત્યુ પામી.”

સદગુરુની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ, “વિજયકુમારીએ સેંકડો લોકોની હાજરીમાં મહાસમાધિ પ્રાપ્ત કરી”, એવો મૂળ દાવો 13 લોકો સાથે ધ્યાન કરી રહ્યા હતા તેવો હતો. આ સ્પષ્ટપણે જાહેર ધારણાને આકાર આપવા માટે એક શણગાર છે. શું એ વાત વધુ સંભવ છે કે એક યુવાન પુત્રીની સ્વસ્થ 33 વર્ષીય માતા જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મૃત્યુ પામવા માટે મક્કમ’ હતી, કે પછી સદગુરુ પોતાના ફાયદા માટે આ વાર્તાનો પ્રચાર કરી રહ્યા છે?

તેમની પત્નીના શંકાસ્પદ મૃત્યુ અને શરીરનો ઝડપી નિકાલ થયા પછી, તેઓ દાવો કરે છે કે તેણી વારંવાર મૃત્યુ વિશે વાત કરતી હતી. કેવી ચાલાકી? કરિશ્માએ મને કહ્યું કે તેણીએ મૃત્યુ પામ્યા પહેલા રાત્રે વિજ્જી સાથે રાત્રિભોજન કર્યું હતું. તેણીએ કહ્યું કે વિજ્જીએ તેણીને બે દિવસમાં તેણીનું સમયપત્રક ફ્રી રાખવા કહ્યું હતું જેથી તેઓ ખરીદી કરી શકે. વિજ્જીએ આગામી દિવસોમાં મહાસમાધિ પ્રાપ્ત કરવા વિશે ક્યારેય કંઈ કહ્યું ન હતું.

પછી સદગુરુ કહે છે કે વિજ્જી ‘ઘણીવાર’ આત્મજ્ઞાન દ્વારા આત્મહત્યાનો વિષય ઉઠાવતા હતા. આ દુનિયા છોડવાની તેમની ઉતાવળ શું હતી? તેમણે તેમની પત્નીને મરવા અને તેમની નાની પુત્રીને તેની માતા ગુમાવવા કેમ દીધી? “અમે જાણતા હતા કે ઘણા ઝઘડા અને મતભેદ હતા,” કરિશ્માએ મને સદગુરુ અને વિજ્જી વચ્ચેના સંબંધો વિશે જણાવ્યું. આત્મકથામાં સદગુરુ અને વિજ્જી વચ્ચે અન્ય મહિલાઓ સાથેના ગાઢ સંબંધો અંગે થતા ઝઘડાઓનું પણ વર્ણન છે.

સદગુરુના એક ભૂતપૂર્વ સાથીદારનો આરોપ છે કે તેમણે તેમનું શારીરિક શોષણ કર્યું હતું. “મને યાદ છે કે 1996 ની આસપાસ એક વાર જ્યારે તેઓ જેની સાથે રહેતા હતા તેમાંથી એક યજમાન ખૂબ જ ચિંતિત રીતે મારી પાસે આવ્યો હતો,” તેણે કહેલ કે “[વિજ્જી] ગળું દબાવેલા હાલતમાં મળી આવી હતી અને કલાકો સુધી જોરથી રડતી રહી હતી, કહેતી હતી કે તે ઊંઘની ગોળીઓ લેવા માંગતી નથી અને તે મરવા માંગતી નથી.

તેણે એવો પણ આરોપ લગાવ્યો કે “સદગુરુએ તેને બળજબરીથી બંધ રાખી હતી. થોડા મહિનાઓ પછી [વિજ્જીને] આશ્રમમાં નજરકેદ કરવામાં આવી, કોઈને પણ તેને મળવાની મંજૂરી ન હતી, એક સમયે તે ‘ભાગી ગઈ’ અને સદગુરુથી દૂર ‘આશ્રય’ માંગી રહી હતી.” આ માણસે ઉલ્લેખ કર્યો કે વિજ્જીને શારીરિક રીતે ઉઝરડા પડ્યા હતા. કરિશ્માએ વિજ્જીના મૃત્યુની રાત્રે એક ઉઝરડો પણ જોયો. “સાડી લપેટેલી એક મહિલાને શંકા હતી કે તેણે તેને માર માર્યો હતો,” કરિશ્માએ મને કહ્યું. “વિજ્જીના પેટ પર નાભિ ઉપર જ્યાં પાંસળીઓ મળે છે ત્યાં એક મોટો કાળો ઉઝરડો હતો.”

દસ્તાવેજી ફિલ્મ પણ નિશાનના અસ્તિત્વને સ્વીકારે છે. “અમે જોયું કે તેના અનાહત [છાતી] પર બળી જવાના નિશાન જેવું હતું,” ફિલ્મમાં એક મહિલા જણાવે છે. સદગુરુનો “તેજસ્વી” મુખ્ય મુદ્દો એવો દાવો કરવાનો હતો કે તે નિશાન ‘ચક્ર બિંદુ’ છે જ્યાં તેણીએ તેનું શરીર છોડી દીધું હતું. “તેણી તેના અનાહતમાંથી નીકળી ગઈ,” તેણે તેના જીવનચરિત્ર અનુસાર કહ્યું.

વિજ્જીના પિતાએ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો જેમાં તેમણે સદ્ગુરુ પર આશ્રમની અન્ય મહિલાઓ સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. “મારી પુત્રી, સદ્ગુરુના અન્ય મહિલાઓ સાથેના ગેરકાયદેસર સંબંધો વિશે વારંવાર કહેતી હતી,” તે લખે છે. “વળી 1995 માં, કોઈમ્બતુરના લગભગ 4 વ્યક્તિઓ મારી પુત્રીને બેભાન અવસ્થામાં (શંકાસ્પદ ડ્રગ્સ ઇન્જેક્ટેડ) અમારા ઘરે બેંગ્લોર લઈ ગયા. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. જ્યારે અમે અમારી પુત્રીને પૂછયું ત્યારે તેણે ફરિયાદ કરી કે તેને બળજબરીથી ઊંઘની ગોળીઓ આપવામાં આવી હતી, અને તેઓ તેને રાત્રે છોડી ગયા હતા.”

પિતા અને સદ્ગુરુના સાથીદાર બંને ઊંઘની ગોળીઓનો ઉલ્લેખ કરે છે. તે રિપોર્ટને તેના મૃત્યુ અંગેના પોતાના મંતવ્ય સાથે સમાપ્ત કરે છે. “અમારું માનવું છે કે મારી પુત્રીની હત્યા કરવામાં આવી હતી અને પછી કોઈ ફાયદા અથવા કારણસર તેને બાળી નાખવામાં આવી હતી.” ઘણા ભૂતપૂર્વ સભ્યોએ સદગુરુ પર જાતીય ગેરવર્તણૂક, મૌખિક દુર્વ્યવહાર, સાંપ્રદાયિક શિક્ષણ અને નાર્સિસિસ્ટિક શોષણનો પણ આરોપ લગાવ્યો હતો. બે ભૂતપૂર્વ સ્ટાફ સભ્યોનો આરોપ છે કે તેમણે તેમને હરીફ ગુરુ નિત્યાનંદને મારવામાં મદદ કરવા કહ્યું હતું.

આ આખી વાર્તાના સૌથી શંકાસ્પદ પાસાઓમાંનું એક એ છે કે મહાસમાધિ ફક્ત ખૂબ જ ઉન્નત યોગીઓ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. એક જાણીતું ઉદાહરણ પરમહંસ યોગાનંદ છે, જે 20મી સદીના સૌથી કુશળ યોગીઓમાંના એક માનવામાં આવે છે. તમારા શરીરને ઇચ્છા મુજબ છોડી દેવાની ક્ષમતા કોઈ સરળ કાર્ય નથી અને તેના માટે ઘણા વર્ષોની તાલીમની જરૂર પડે છે. વિજ્જી એક યુવાન ગૃહસ્થ હતી જેની પાસે નોકરી અને બાળક હતું – દાયકાઓ સુધી જાહેર યોગિક તાલીમ લેનાર ત્યાગી સંત નહીં. તેણીએ આ ક્ષમતા કેવી રીતે પ્રાપ્ત કરી હશે?

હત્યા છુપાવવા માટે અપરાધીઓ જૂઠી વાર્તાઓ ઘડે છે કારણ કે તેમને તેમના કૃત્યના પરિણામોનો ડર હોય છે. અપરાધબોધ અથવા શરમને કારણે જૂઠું બોલે છે. તેઓ પોતાની જાતને અને અન્યને ખાતરી કરાવે છે કે તેઓ નિર્દોષ છે, જે માનસિક રીતે તેમને આરામ આપે છે.

સદગુરુ પોતાના લાખો શિષ્યો સમક્ષ દેવદૂત બની રહેવા જ તેમણે દસ્તાવેજી ફિલ્મ દ્વારા હત્યાને મહાસમાધિમાં ફેરવી નાખી છે. તેઓ પોતાની જાતને અને અન્યને ખાતરી કરાવે છે કે તેઓ નિર્દોષ છે, જે માનસિક રીતે તેમને આરામ આપે છે.

BY: રમેશ સવાણી