મહારાષ્ટ્ર: હાલમાં જ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના એક ગામમાં મજૂરોને કાજુના બગીચામાં કામ કરતી વખતે એક અત્યંત દુર્લભ નજારો જોવા મળ્યો – બે દીપડાના બચ્ચાં, જેમાંથી એક સંપૂર્ણપણે સફેદ રંગનું હતું! સામાન્ય રીતે ભારતીય દીપડાનો રંગ સોનેરી હોય છે, જેના પર કાળા ડાઘા હોય છે. પરંતુ સફેદ રંગનો દીપડો ?
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે આ લ્યુસિઝમ નામની એક દુર્લભ જૈવિક અવસ્થા હોઈ શકે છે, જેમાં શરીરમાં મેલેનિન નામક રંજક પદાર્થની કમી હોય છે – જેનાથી ત્વચાનો રંગ હળવો અથવા સફેદ થઈ જાય છે. આ બચ્ચું સ્નો લેપર્ડ નથી –સ્નો લેપર્ડ હિમાલય ક્ષેત્રમાં જોવા મળતો જાડા ફર વાળો શિકારી હોય છે, જેની સંખ્યા હવે વિશ્વભરમાં માત્ર 4,000 થી 6,500 ની વચ્ચે બચી છે.
તેમના સંરક્ષણ માટે WWF અને Snow Leopard Trust જેવી સંસ્થાઓ કામ કરી રહી છે.રત્નાગિરિમાં દેખાયેલું આ સફેદ દીપડાનું બચ્ચું માત્ર જૈવવિવિધતાનું અદ્ભુત ઉદાહરણ નથી, પરંતુ તે એ પણ બતાવે છે કે પ્રકૃતિ આપણને આજે પણ ચોંકાવી શકે છે–પોતાના રહસ્યો અને સૌંદર્યથી.
BY: બેટર ઈન્ડિયાના પેજમાથી











