ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતે 35 વર્ષ સુધી જન આરોગ્યમાં પોતાની ઉત્કૃષ્ટ સેવા આપનાર સન્માનનીય, શ્રી દમયંતીબેન (દમુબેન) જનકભાઈ ભોયાનો નિવૃત્ત વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દમયંતીબેનનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકના સ્ટાફ,સબ સેન્ટર ના તમામ સ્ટાફ. ગ્રામજનો દ્વારા સ્નેહભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને આંનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકમાં 10 વર્ષોની સેવા એકધારી કરી હતી જે ગ્રામજનો માટે સદભાગ્યની વાત છે. જે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામના લોકો એમના ઋણી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામે ઇ. સ. ૧૯૬૭ પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મી તેમણે ફિમેલ હેલ્થ વર્કરની પદવી મેળવી આ પવિત્ર વ્યવસાયમાં જોડાયા. ફિમેલ હેલ્થ વર્કર તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલણપૂર ખાતે 2 જાન્યુઆરી 1990 થી નોકરીની શરૂઆત કરી જેમાં 14 ડિસેમ્બર 2016 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલણપૂરના સબ સેન્ટર વેલણપુર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ 15 ડિસેમ્બર 20216 થી 16 જુલાઈ 2019 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતેના સબ સેન્ટર માંડવખડક-2 માં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ 17 જુલાઈ 2019 થી 30 એપ્રિલ2025 સુપરવાઈઝર ની બઢતી મેળવી કામગીરી કરી. આમ જીંદગીની ઉત્તમ સેવા 35 વર્ષ આરોગ્યની સેવાના ચરણે ધર્યાં. આરોગ્ય ના કર્મયોગી એવા આદરણીય શ્રીમતિ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકના કાર્યકાળ દરમિયાન ગ્રામજનોની સાથે પ્રેમાળ વર્તન રાખી સૌના પ્રિતી પાત્ર બન્યા છે. આપના સૌજન્યશીલ અને મિલનસાર સ્વભાવ શિસ્ત, સમયાપાલન, કર્તવ્યનિષ્ઠા, દાનવીર અને ધૈય જેવા આદર્શ ગુણોના લીધે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતે જે પ્રગતિ થઈ તેના આપના યોગદાનની નોંધ લેતા ગેરવ અનુભવીએ છીએ.

એમની સાથે કામગીરી કરતાં સ્ટાફનું કહેવું છે કે આરોગ્યના મુલ્યોના જતન કરતા આપનું નિવ્રુતિ જીવન પરિવાર સહિત સુખ, શાંતી અને સમ્રુધ્ધિમાં બની રહે. આપ સેવા અને માનવતાની મહેક પ્રસરાવતા રહો અને નિરામય આયુષ્ય ભોગવો એવી પરમ કૃપાળુ પરમાત્માને અંતઃ કરણ પુર્વક પ્રાર્થના કરીએ છીએ. આપ ભલે નિવૃત્ત થયા છો છતા આપની સેવાની જ્યોત સદા પ્રજ્જવલિત રહે નિવૃત્તી સમય સતત કાર્યશીલ રહે સેવાની ભાવના સદા જાગૃત રહે હંમેશા નિરોગી, નિરામય, દીધાળુ, જીવન વ્યતીત કરો. આરોગ્ય ક્ષેત્રની તથા સેવા ક્ષેત્રના સાચા રાહબર બની રહો એવી અભ્યર્થના..

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી– શંકરભાઇ કે.પટેલ, સરપંચશ્રી માંડવખડક- વલ્લભભાઇ ચૌધરી જશુભાઇ ગાંગોડા–તાલુકા પચાંયત ન્યાય સમીતી સભ્યશ્રી, સામાજિક આગેવાન સુનિલભાઇ માહલા ભગુભાઇ માહલા અંબેલાલભાઈ, એંકર તાલુકા પંચાયત સભ્ય ઠાકોરભાઈ  લક્ષ્મણભાઈ મનુબેન રીટાયડ સુપરવાઇઝર વેલણપુર દમયંતીબેનના પરિવારના સભ્યો ચંપકભાઈ ગાંવિત પતિ માતા ગંગાબેન ભોયા, પુત્રી હેમાંગીબેન ગાંવિત, ભાભી સુનમતાબેન ભોયા, અને સ્ટાફ નર્સ કૃષિકાબેન, કિન્નરીબેન, ફાર્માસિસ્ટ પ્રભા બેન, કિરીમાબેન, મનહર ભાઈ, તેજસભાઈ, યોગેશભાઈ મુકેશભાઈ, કનૈયાભાઈ, નરેશભાઈ, વિલાસબેન, જ્યોતિકા, નિરલ, શ્રી દેવી, ડિમ્પલ નયનાબેન, સલોની, અશોકભાઈ, તમામ આશા, પિયુષ સંદીપ, જયશ્રી, જાગૃતિ પિયુષ, સંદીપ, જયશ્રી, જાગૃતિ, આરતી, રાગીના, ખુશ્બૂ, વિજયભાઈ રમણભાઈ, જમીનદાતા રમેશભાઈ અને માંડવખડકના મુખ્ય પીએચસીના ડોકટર ચંદ્રકાન્તભાઈ પટેલ અને વેલણપુર ગામના ડો. કૃતિકાબેન અને એમનો સ્ટાફ રાજેશભાઈ પરમાર તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દમયંતીબેન દ્વારા પણ માંડવખડક પ્રાથમિક આરોગ્યને યાદ સ્વરૂપે 32 ઇંચનું કલર ટીવી ભેંટ આપી હતી જેથી PHCમાં આવતા દર્દીઓને મનોરંજન મળી રહે અને સ્ટાફ લોકો ઓનલાઈન થતી આરોગ્ય લક્ષી બેઠોકોને જોવાનો અને જોડાવવાનો લાભ મળી રહે.