સુરત: સુરતમાં અસમાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં જાહેરમાર્ગ પર અસમાજિક તત્ત્વોએ બબાલ મયાવતા યુવાન પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. યુવાન પર હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં ફરી અસમાજિક તત્ત્વોનો આંતક જોવા મળ્યો. રાજ્યભરમાં અસમાજિક તત્ત્વોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે. છતાં અસમાજિક તત્ત્વોમાં કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી. હાલમાં શહેરમાં એક યુવાન પર અસમાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. યુવાન પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શહેરમાં મોડી રાત્રે જાહેર માર્ગ પર ન્યુ ખાજાદાના રોડ પર યુવાન અને રીઢા ગુનેગારો સાથે કોઈ બાબતે બબાલ થઇ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટનાના સામે આવેલ સીસીટીવીમાં દેખાય છે કે એક યુવાન એક્ટિવા ચાલક સાથે વાત કરી રહ્યો છે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે વાત વધુ ઉગ્ર બને છે અને આ યુવાન એકિટવા ચાલકને લાફો ઝીંકી દે છે. ત્યારે એકટિવાચાલક પોતાના સાગરિતને બોલાવે છે જેના બાદ સામાન્ય બબાલનો મામલો મારામારી સુધી પંહોચે છે. બીજા શખ્સ કે જે રીઢા ગુનેગારો છે તે ભૂપેન્દ્ર ,અન્નો અને પકા દ્વારા શુભમ રાણા નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. પોલીસ આ ઘટનાની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે યુવાન અને રીઢા ગુનેગારો પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હતા પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે વાંકુ પડતા આ હુમલાની ઘટના બનવા પામી. યુવાન પર જીવલેણ હુમલો કરવા મામલે આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી











