નવસારી: ગણદેવી નગરને નવો એસટી ડેપોની માગ સંતોષાતી નથી ગણદેવી નગરની આજુબાજુ 27થી પણ વધુ ગામો માર્ગ પરિવહન સાથે જોડાયેલા છે છતાં ગણદેવી નાનું સરખું બસ સ્ટેન્ડ જર્જરિત બનતું જાય છે. એસટી ડેપો નવું ક્યારે બનશે એ પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નગરની આ 40 દાયકા જૂની માંગ હજુ સંતોષી શકાય નથી. જ્યારે ગણદેવીથી ગાંધીનગર થઈ દિલ્હી સુધી ભાજપનું શાસન છે છતાં આ વર્ષો જૂનો દાયકાઓ જુનો પ્રશ્ન હજી ઉભોને ઉભો છે. છેલ્લા પાંચ વર્ષોથી આ પ્રશ્ન હલ થવાનું સંભળાઈ રહ્યું હોવા છતાં હલ થતો નથી. એસટી નિગમ દ્વારા એ જમીન સંપાદનને મામલે વહીવટી કારણોસર કે અન્ય કારણોને લઈને આ પ્રશ્ન શાસકોથી પરિણામ લાવી શકાયું નથી.
જોકે હવે આ પરિણામ આવશે એવી હૈયાધરપત ફરી પાછી પાલિકા શાસકો તરફથી અપાઈ રહી છે. પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા આ પ્રશ્નનો નિવેડો આવશે તેવી આશા અપાઈ રહી છે. લાંબા રૂટની એસટી બસ નગરની અંદર મુસાફરોને લેવા આવતી નથી એ પણ નગરની બહારથી જાય છે.











