ધરમપુર: આજે વલસાડના ધરમપુરના તાલુકા વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓમાં આગળ આવી રહ્યા છે ત્યારે  આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલ ધરમપુરનું ગૌરવ વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટમાં મેળવેલ સિદ્ધી મેળવીને પોતાની પ્રતિભા બતાવી છે.

આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો ધ્રુવ રાકેશભાઈ પવાર છેલ્લા 4 વર્ષથી માર્શલ આર્ટમાં “માસ્ટર હિતેશ બી.પ્રજાપતિ” પાસેથી તાલીમ લીધા બાદ વર્ષ-2025 માં દન્દ માર્શલ આર્ટમાં 18 ડાન બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ વધાર્યું છે. જેમને ઈન્ડીયાના વાઈસ પ્રેસીડન્ડ શ્રી યાદવ સર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.

તેમની આ સિધ્ધી બદલ શાળાના મે.ટ્રસ્ટીશ્રી પૂજ્ય હરિવલ્લભ સ્વામીજી, આચાર્ય પટેલ મહેશભાઈ કે. તેમજ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. આવનારા દિવસોમાં માર્શલ આર્ટમાં “માસ્ટર હિતેશ બી.પ્રજાપતિ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બીજા પણ વિદ્યાર્થી પોતાનો પરચમ લહેરાવ છે એમાં બે મત નથી.