કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં હાલે ભર ઉનાળે 40 ડિગ્રી તાપમાનમાં પાણીની ઊભી થયેલી ગ સમસ્યા મુદ્દે કપરાડાના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે કપરાડા ખાતે યોજાયેલી વિશેષ સભામાં તાલુકા પંચાયતમાં ખુદ ભાજપ ના સભ્યો સહિત વિરોધ પક્ષના સભ્યોએ પણ પાણી સમસ્યા મુદ્દે તંત્ર ની નિષ્ક્રિયતા સને ભારે આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી સાથે પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હોવાની રજૂઆત કરતા ઉપસ્થિત અ સ્ટોલ,વાસ્મો સહિતના વિભાગના અધિકારી સહિત ઉપસ્થિત તમામ અધિકારીઓ સતબ્ધ થઈ ગયા હતાં.

Decision News ને મળેલી માહિતી અનુસાર બેઠકમાં વાડી બેઠકના સભ્ય સીતારામ ચોધરી, આંભે ટી સભ્ય વિજય રોહિત સહિત સભ્યો અને વાસ્મો અને અસટોલ અધિકારીઓ વચ્ચે પાણી પ્રશ્નો મુદ્દે ઉગ્ર વિવાદ પણ ઉપસ્થિત થયો. હતાં.સભ્યોની રજૂઆત અને ઉગ્ર વાતાવરણ જોતા હાજર અધિકારીઓએ પાણી સમસ્યા અંગે ગામની.પાણી સમિતિની નિષ્ક્રિયતા,બેઠક ન બોલાવવા અને.ગામના તલાટીની નિષ્ક્રિયતાને લઈ ઊભી થઈ હોવાનુ જણાયું હોવાનુ જણાવ્યુ હતુ.બેઠકના અંતે પ્રાંત અધિકારી એ.પાણીની ગંભીર સમસ્યા દૂર કરવા વાસ્મો અને અસટોલ યોજનાના અધિકારીઓની રજૂઆત બાદ તેમને 15 દિવસ અને તલાટીઓ ને 7 દિવસનો સમય અપાયો હતો.

15 દિવસમાં સભ્યો દ્વારા કરાયેલી રજૂઆત સદરભે પાણીની સમસ્યા દૂર થાઇ તે પ્રકારની.કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.તો તલાટીઓને પાણી સમિતિની બેઠક ફરજિયાત નિયમિત યોજવા આદેશ કર્યો હતો .બેઠકમાં કપરાડા, રાહોર,પિપરો ટી,અર્ણાઈ,વાડી,મેઘવાળ,નગર,રયમલ,ધારણ માલ ,વાવર,આંભેતી સહિતના 25થી વધુ ગામોની પાણી સમસ્યા રજૂ થઈ હતી.