પારડી: પારડી દમણી ઝાપા પરીયા રોડ સાંઈદર્શન હોલની સામે રહેતા પ્રવિણભાઇ રવિયાભાઈ ઘો. પટેલ રવિવારની સવારે ઘરેથી “બજાર જાઉં છું” કહીને નીકળ્યા હતા.જે બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાલજીભાઇના સર્વિસ સ્ટેશનની સામે હાઇવે ઓળંગતી વખતે એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ અકસ્માતમાં પ્રવિણભાઇને માથાના ભાગે અને શરીરના અન્ય અંગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ તેમનું અવસાન થયું હતું.સ્થાનિક વોર્ડ સભ્ય લાલજીભાઇ યાદવે આ દુર્ઘટનાની જાણ મૃતકના પુત્ર બિપીનભાઇને કરી હતી.
જાણ મળતાં જ બિપીનભાઇ તેમના મિત્ર અનિલભાઇ દિલીપભાઇ માંગ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતગ્રસ્ત વિસ્તારના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસ વાહન અને ચાલકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.

