ભરૂચ: સમસ્ત વસાવા સમાજ તારીખ 29-2-2024 ના રોજ ગુજરાતની વાઘોડિયા ખાતે આર આર કેબલની સામેવાળી ત્રણ એકર જેટલી ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જગ્યામાં આદિવાસી સમાજનું ભવન નિર્માણ થવા જઈ રહેલ છે. જેના અનુસંધાને હાલના નવનિયુક્ત સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા, મહામંત્રી અજીતભાઈ વસાવા તથા પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા નેજા હેઠળ આ સ્નેહ મિલન અને સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં રમત તથા શિક્ષણમાં પરિણામ સાથે સારા ટકા લાવનારા અને વિવિધ ક્ષેત્રમાં મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ યોજાયેલ કાર્યક્રમમાં હાજર કોર કમિટી, કારોબારી સભ્યો દ્વારા હાલના કાર્યકારી પ્રમુખને સમસ્ત વસાવા સમાજ ગુજરાતના નવા કાયમી પ્રમુખ તરીકેની વાતને ગ્રાહ્ય રાખી હતી.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ક્રિકેટ પ્રેમી અને સામાજિક આગેવાન એવા ચંદ્રકાંત ફતેસિંગ વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે,વાઘોડિયા આર.આર.કેબલની સામે યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત વસાવા સમાજના અગ્રણીઓ ડોક્ટર, એન્જિનિયર, આઇ. પી. એસ, ડીવાયએસપી, એડવોકેટ, બિઝનેસમેન, સમાજના હિતેચ્છુ, મહિલા અગ્રણી અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સંમતિથી તેઓની ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

અગાઉ પણ ચંદ્રકાંત ફતેસિંગ વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા.હવે તેઓની સમસ્ત વસાવા સમાજના પ્રમુખ પદે વરણી થતાં તેઓએ સમગ્ર ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ તેમજ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર સમયમાં તેઓ દ્વારા સમાજના જે પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કરીશ અને નિરાકરણ લાવીશ, સમાજની પડખે હર હંમેશ રહેવાના પ્રયત્નો રહેશે અને એમની સમસ્યા માટે હંમેશા આગળ રહીશ તેમ જણાવ્યું હતું. ચંદ્રકાંત વસાવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને નવ નિયુક્ત સમસ્ત વસાવા સમાજ પ્રમુખને તેઓના સમર્થકો દ્વારા સોશ્યલ મીડિયામા તેમજ તેમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી.