વલસાડ: આજકાલ દુષ્કર્મની ઘટનાઓની ખબરોનું પ્રમાણ વધ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે વલસાડના ડુંગરી વિસ્તારમાં રહતી અને ટયુશનમાં જતી મધ્યમ વર્ગીય વિધાર્થીની સાથે દાંડીમાં દરિયા કિનારે તેમની સાથે જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ જબરજસ્તી દુષ્કર્મ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના મધ્યમ વર્ગીય પરિવારની સગીર વિદ્યાર્થીની મીનાક્ષી (નામ બદલ્યું છે) નજીકમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. ત્યારે તેની સાથે અભ્યાસ કરતા સૌરભ (નામ બદલ્યું છે). મીનાક્ષી અને સૌરભ એકબીજાને વાંચવા બુક આપતા ત્યાર બાદ બંનેએ એકબીજાને મોબાઈલ નંબર આપ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા ગાઢ બની તેઓ ક્લાસમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ 1 1 જુલાઈથી 7 જુલાઈ 2023 ના રોજ વલસાડ દાંડી દરિયા કિનારે ફરવા ગયા હતા. જે સમયે મીનાક્ષીને સૌરભ દરિયા કિનારે નજીકમાં આવેલા ઝાડીઓમાં સાક્ષીને લઈ ગયો હતો. ત્યાં સાક્ષીની મરજી વિરુદ્ધ સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સૌરભે મીનાક્ષી સાથે દુષ્કર્મ આચરતા હોવાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. બાદમાં મીનાક્ષી સૌરભ સાથે અંતર રાખતી હતી. જેને લઈને સૌરભે મીનાક્ષીને વાત કરવા અને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો. મીનાક્ષીએ સૌરભ સાથે વાત કરવાની ના પાડતા ટ્યૂશનના વિધાર્થીઓના ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં દુષ્કર્મવાળો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. આની જાણ મીનાક્ષીના બહેનને તેણે ડુંગરી પોલીસ મથકે વિકી વિરુદ્ધ દરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે મીનાક્ષી બહેનની ફરિયાદ નોંધી મીનાક્ષીનું મેડિકલ કરાવી તેનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.











