ચીખલી: ગતરોજ ચીખલીના મુખ્યમાર્ગ સ્થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્દુ દ્વારા કરી થાલા બગલાદેવ મંદિરનો શેડ સ્વેચ્છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રેફરલ હોસ્પિટલ પાસે મુસ્લિમ ધર્મનું ધાર્મિક દબાણ પણ સાથોસાથ તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. જોકે તંત્રની તૈયારી સાથે રાત્રિ દરમિયાન આ દબાણ દૂર કરી નાખવામાં આવ્યું.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલી વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર રેફરલ હોસ્પિટલ પાસે ઘણાં વર્ષથી મુસ્લિમ ધર્મનું ધાર્મિક દબાણ અને ત્યાંથી થોડી આગળ થાલા બગલાદેવ સર્કલ સ્થિત બગલાદેવ મંદિરનું દબાણ દૂર કરવા છેલ્લા. ઘણાં વર્ષથી પ્રાંત, મામલતદાર અને માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન ગુરુવારના રોજ થાલા સ્થિત બગલાદેવ મંદિરનો શેડ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા સ્વેચ્છાએ ઉતારી લઈ દબાણ દૂર કરવાની પહેલ કરી હતી. આ દરમિયાન લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જોકે હિન્દુ સમાજના લોકોમાં મંદિર સાથે રેફરલ હોસ્પિટલ પાસેનું અન્ય ધાર્મિક દબાણ પણ તંત્ર દ્વારા દૂર કરી નાખવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. બગલાદેવ મંદિર વિધિવિધાન સાથે મૂર્તિઓ ખેસેડવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.

બીજી તરફ તંત્ર દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રાત્રિ દરમિયાન અન્ય સમાજનું ધાર્મિક દબાણ પણ દૂર કરી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતાં સવાર થાય તે પૂર્વે આ દબાણ પણ દૂર કરી દેવાયું અને રાતોરાત રસ્તા પર ડામર પાથરી રિકાપેટીગ પણ થઈ ગયું