નવી દિલ્હી: ૨૯ નવેમ્બર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યું કે RSS/ ભાજપના મતે અનુસૂચિત જાતિ અથવા આદિજાતિ સમાજના બાળકોને શિક્ષણની પ્રાપ્તિ હોવી જોઈએ નહીં એટલે જ બાળકોની શિષ્યવૃત્તિ અટકી ગઈ છે. જે ખોટું થઇ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચારના રીપોર્ટ પ્રમાણે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે ભાજપ/RSS મુજબ આદિવાસીઓ અને દલિતો સુધી શિક્ષણની પહોંચ ન હોવી જોઈએ. SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવી એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ખોટી રીતને સાચી સાબિત કરવાની તેમની રીત છે.
તેમના ટ્વિટની સાથે રાહુલ ગાંધીએ એક ન્યૂઝ રિપોર્ટ પણ શેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે નાણાકીય સહાય બંધ કરી દીધા બાદ SC વિદ્યાર્થીઓ માટે ૬૦ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ અટકી ગઈ છે. આવી સ્થિતિમાં ૧૧ માં અને ૧૨ મા વર્ગની અનુસૂચિત જાતિના ૬૦ લાખનું ભાવિ અધ્ધર થઇ ગયેલું છે.