નાનાપોંઢા: કપરાડાના મોટી વહીયાળની આદિવાસી દીકરી 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સેલવાસમાં બ્રેસ્ટ કેન્સર અવરનેસ અંતર્ગત સ્પર્ધા તેણીએ આ સિદ્ધી મેળવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસ લાયન્સ ઇંગ્લિશ શાળા ખાતે રવિવારે બ્રેસ્ટ કેન્સર અવરનેસ અંતર્ગત KCAA મેરેથોન વિવિધ કેટેગરીની દોડનું આયોજન થયું હતું. જેમા 42 કિ. મી, 21 કિ.મી, 10 કિ.મી, 6 કી.મી અને 3 કિ.મી વર્ગની વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં દોડ વીરોએ ભાગ લીધો હતો. આ દોડમાં 6 કિ.મી દોડમાં પાનસ ડિફેન્સ એકેડેમી કપરાડાના મોટી વહિયાળ પીપળી ફળિયામાં રહેતા ખેડૂતની દીકરી મીનાબેન રમણભાઈ વાહૂતે દૌડમાં પ્રથમ સ્થાને રહી હતી.

આ સફળતા મેળવીને પરિવાર એકેડમી, ગામ અને કપરાડા તાલુકાનું નામ રોશન કર્યું હતું. એકેડમીના પ્રમુખ હનુમાન બી મુંઢે, ઉપપ્રમુખ પ્રશિક્ષક માજી સાજૈનિક સુરેશ ચૌધરી અને એકેડમીના દરેક સભ્યોએ મીના બેનનું સ્વાગત, સન્માન કરીને ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી