ધરમપુર: 15 મી નવેમ્બરના રોજ આહવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લખાયેલ Modi with Tribals પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે આવો જાણીએ આ પુસ્તકમાં તમને શું શું જાણવા મળશે.
દેશમાં વૈવિધ્યસભર અને ગતિશીલ રાષ્ટ્રમા, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના હૃદયના ધબકારા તેના આદિવાસી સમુદાયોમા સૌથી વધુ પડઘાયા છે. આ સમુદાયો, તેમની વિશિષ્ટ પરંપરાઓ, ભાષાઓ અને જીવનશૈલી સાથે,ભારતની
વૈવિધ્યસભર ઓળખની ભાવનાને મૂર્તિમંત કરે છે. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સામે Modi with Tribals પુસ્તક માત્ર પહેલ અને સિદ્ધિઓના સંચય તરીકે નહીં, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા સશક્તિકરણ, સમાવેશીતા અને પરિવર્તનની કરુણ કથા તરીકે ઉભરી આવે છે.
Modi with Tribals વાચકોને પરિવર્તનાત્મક પહેલ પર ધ્યાન આપવા આમંત્રિત કરે છે. જેણે ભારતના આદિવાસી સમુદાયોના જીવન પર અવિશ્વસનીય અસર છોડી છે. જનજાતિ ગૌરવ દિવસથી માંડીને આદિવાસીઓ માટે શિક્ષણ, વીજળી, રસ્તા, આરોગ્ય સંભાળ, પોષણ અને ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી સાથે રોજગારની તકો પ્રદાન કરવા માટે, PM જનમન સુધી, દરેક પ્રકરણ આશાવાદ, પ્રગતિ અને સર્વસમાવેશક વિકાસની વાર્તા વર્ણવે છે. પરિવર્તનની દીવાદાંડી તરીકે આ પુસ્તક વાચકને દરેક આદિવાસી વ્યક્તિના ઉત્થાન માટે સતત પ્રતિબદ્ધતા અને સહયોગની પ્રેરણા આપી ક્રિયાશીલ રહેવા માટે સંકેત આપે છે. અંગ્રેજી ભાષામા લખાયેલા આ પુસ્તકમા ૩૪ પ્રકરણો છે. 158 પાનાના આ પુસ્તકની પ્રસ્તાવના સામાજિક કાર્યકર એવા પદ્મશ્રી શ્રીમતી રમિલાબેન ગામીતે લખી છે. જ્યારે JAI3E Studio Private limted-Noida એ આ પુસ્તક પબ્લિશ કર્યું છે.