ધરમપુર: આદિવાસી સાહિત્યમંય દ્વારા દર વર્ષની જેમ દીપોત્સવી નિમિત્તે મેરેજહૉલ’ ધરમપુર, મામલતદાર કચેરીની સામે આજરોજ સવારે 9:30 કલાકે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટા પ્રમાણમાં સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહ્યા છે.
આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી શ્રી ડાહ્યાભાઈ વાઢુ (આદિવાસી લોકસાહિત્ય સંશોધક-સંપાદક-લેખક) શ્રી ડો. હેમંતભાઈ પટેલ (સાંઈનાથ મલ્ટી. હોસ્પિટલ, ઘરમપુર) અતિથિ વિશેષ તરીકે શ્રી મણિલાલ ભુસારા (પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી), વક્તા તરીકે પ્રા. ડો. ઉત્તમભાઈ પટેલ (પૂર્વ પ્રિન્સિપાલશ્રી વનરાજ આર્ટ્સ & કોમર્સ કોલેજ, ધરમપુર. સંપાઠક-સંશોધક-લેખક) પ્રા. ડો. પદ્માકર સહારે (ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિ. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર. સંપાઠક-સંશોધક-લેખક) પ્રા. ડો. આનંદભાઈ વસાવા (ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિ. અમઠાવાઠ. સંપાઠક-સંશોધક- લેખક, તંત્રીશ્રી ‘આદિલોક’) ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. હેમંત પટેલ અને કુલીન પટેલ દ્વારા આદિવાસી સાહિત્ય ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા ખુલી છે. અને આવનાર દિવસોમા આદિવાસી સમાજના યુવાનો ભુલાયેલુ અને ભુસાયેલુ આદિવાસી સાહિત્ય બહાર લાવશે એમાં બે મત નથી.











