વાપી/ધરમપુર: દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન રોકાણના નામે લોકોને લલચાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનું પર્દાફાશ કર્યું છે. આ રેકેટે બોટબ્રો, બોટ આલ્ફા, ક્રોસ માર્કેટ, ટ્રેડ ક્રાફ્ટ અને BG વેલ્થ જેવા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સના માધ્યમથી રોકાણકારોને ફસાવ્યા હતા. પોલીસને મળેલી એક ફરિયાદના આધારે આ કેસની તપાસ શરૂ કરવામાં છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ રોકાણકારોને દર મહિને ૫થી 7 ટકા ફિક્સ વળતર, મૂડીની સંપૂર્ણ ગેરંટી અને ઊંચી કિંમતના ‘TLC ટોકન્સ’ આપવાના લોભામણા વચનો આપીને લોકોને આકર્ષિત કરતા હતા. પોલીસને આશંકા છે કે આ કૌભાંડમાં અસંખ્ય રોકાણકારો ભોગ બન્યા છે અને કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હશે.
વાપી અને ધરમપુરના બે આરોપીઓ: ક્રાઈમ બ્રાન્ચે 13 જુલાઈ, 2026ના રોજ ઝડપી કાર્યવાહી કરીને આ રેકેટ સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. અંજલી યાદવ (મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરની, વાપીમાં રહેતી) મિલન કુમાર દિનેશભાઈ મહાલા (ધરમપુર, વલસાડ જિલ્લો) બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ હજુ ચાલુ છે અને વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે.
પોલીસનું અપીલ: જે રોકાણકારોએ આ પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું હોય તેઓ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે. આવી છેતરપિંડીઓથી બચવા માટે કોઈપણ અસાધારણ ઊંચા વળતરના વચનો આપતી સ્કીમ્સમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.











