કપરાડા: આદિવાસી પ્રતિભા ધીમે ધીમે સામે આવી રહી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેનસીઅલ સ્કૂલ ખાતે કપરાડા કલામહોત્સવમાં આમધા ગામની પ્રાથમિક શાળાની બે આદિવાસી સમાજની બાળાઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું

ગતરોજ એકલવ્ય મોડેલ રેસીડેનસીઅલ સ્કૂલ ખાતે કપરાડા તાલુકાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી આમધા પ્રા શાળાની બે વિદ્યાર્થીનીએ તાલુકા કક્ષાએ ભાગ લીધો. જેમાં અંશી હર્ષદભાઈ પટેલ – સંગીત ગાયન સ્પર્ધા તથા ધ્રુવી જયેશભાઇ જોગરા-બાળ કવિ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળા તથા ગામનું નામ પણ રોશન કર્યું છે.

આ પ્રસંગે આ બન્ને બાળાઓને શાળાના આચાર્ય તથા શિક્ષકમિત્રો તરફથી અભિનંદન પાઠવવમાં આવે છે. આ બન્ને વિદ્યાર્થીની ઓ જિલ્લા કક્ષા એ કપરાડા તાલુકાનું નેતૃત્વ કરશે.