“વિશ્વ પર્યાવરણદિન” નિમિત્તે ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની પ્રાથમિક શાળામાં “AKRSP(I) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, સંસ્થા 1992-93 થી આજદિન સુધી મોસ્કુટ ગામમાં કાર્યરત છે, તે દરમિયાન એમના દ્વારા જળ, જંગલ, જમીન, જન અને જનાવરના વિકાસ અને વ્યવસ્થાપન ને લગતી વિવિધ કામગીરીઓ કરતા આવ્યા છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આજના કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ, ગ્રામ પંચાયત વડપાડા(મોસ્કુટ)ના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, સામાજિક કાર્યકર પ્રફુલ્લભાઈ વસાવા, શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ, શાળાના બાળકો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું.
તેમજ AKRSP(સંસ્થા) દર વર્ષે વૃક્ષારોપણ કરે છે, એવી જ રીતે ચાલુ વર્ષે પણ 130000(એક લાખ ત્રીસ હજાર) વૃક્ષોનું ચાલુ વર્ષે સાગબારા અને ડેડીયાપાડા તાલુકાની અલગ અલગ ગામોની શાળાઓમાં વાવેતર કરવાનું આયોજન કરેલ છે.

