વાપી: વાપી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 પર ટ્રેનમાંથી રોંગ સાઇટ ઉતર્યા બાદ મુસાફરો ટ્રેક ક્રોસ કરતી વેળા અન્ય ટ્રેન અડફટે આવી જતા એક પુરુષ અને યુવતી ટ્રેન નીચે કપાઈ જતાં સ્થળ પર જ મોત નીપજ્યાંની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાપી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 પર ટ્રેનમાંથી રોંગ સાઇટ ઉતર્યા બાદ મુસાફરો ટ્રેક ક્રોસ કરતી વેળાએ ટ્રેન અડફટે આવી જતા પુરુષ અને યુવતી ટ્રેન નીચે કપાઈ ગયા હતા જેને લઈને તેમનું બંનેનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. એક મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઈ હતી.
આ આકસ્મિક મોતની ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસના અધીકારી અને તેમની ટીમ સ્થળ પર આવી પોહચી હતી. અને પોલીસે મૃતક અને ઇજાગ્રસ્તની ઓળખ માટે પ્રયાસો શરુ કરી દીધા હતા. આવી ઘટના પહેલાં પણ એક બની ચુકી છે.