આહવા: માનવતા શર્મસાર કરે એમ ગતરાત્રિના સમયે આહવામાં એક મૂકબધિર યુવતીને એક વાસનાના ભૂખ્યા એક ઈસમ વાડામાં ખેંચી જઈ માર મારી તેની પર દુષ્કર્મ કરવાની કોશિશ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  લાજ લેવાનો પ્રયાસ કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવામાં રહેતી એક 22 વર્ષની મૂકબધિર યુવતી ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ પોતાની માસીના ઘરેથી નીકળી તેના ઘરે આવી રહી હતી ત્યારે કરણ સાયબુ પવારે તેનું મોઢું દબાવી ઘરના પાછળ આવેલ વાડામાં ખેંચીને લઇ ગયો હતો અને ત્યાં માર મારી તેનું પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું યુવતીના પરિવારે આક્ષેપ લગાવી ફરિયાદ લખાવી છે.

હાલમાં માનવતાને લાંછન લગાડતા આ બનાવને લઈને પોલીસે ફરિયાદના આધારે કરણ સાયબુ પવારની અટક કરી આગળની કાર્યવાહી શરુ કરી છે અને આરોપી પહેલાં કોઇ ગુનામાં સામેલ છે કે નહિ વગેરે તપાસ માટે આહવાના જ લોકોના નિવેદનો લઈને તપાસનો દોર ચાલુ કર્યો છે.