વલસાડ: વલસાડ તાલુકાના ગામોમાં 26 વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલએ આગેવાનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે દરમિયાન વલસાડ તાલુકાના ધનોરી ગામે આવેલ શાંતિનગરમાં આંગણવાડીમાં સ્થાનિક લોકો એ કરેલ રજુઆતના આધારે આશરે 40 થી વધારે આદિવાસી સમાજના બાળકો ખુલ્લાંમાં બેસીને ભણવા માટે મજબુર બન્યા છે
કલ્પેશ પટેલ જણાવે છે.. વિકસિત ભારત અને 400 પારની વાત કરનાર વલસાડ લોકસભાના ઉમેદવાર જે કહે છે કે આદિવાસી સમાજનો શુભચિંતક છું તો આ આગણવાડીમાં ભણતા આદિવાસી બાળકો કેમ બહાર બેસીને ભણવા મજબુર બન્યા છે આ બાળકોની વેદના વહીવટીતંત્રએ કેમ નોંધ ના લીધી તાત્કાલિક આ આંગણવાડીના મકાન અંગે નિરાકરણ ન આવ્યું તો આદિવાસી સમાજના બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડછે જેની નોંધ લેવી જોઈએ.