ધરમપુર: ગતરોજ શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેર ભાઈ ડીડોર ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વલસાડ જિલ્લા અને સંપુર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાનાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિમાં ન જોડવા બાબત રજુઆત કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના વાંકલ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવી રહ્યો હોય પરંતું વલસાડ જિલ્લાના શિક્ષકો દ્વારા ક્રિકેટનું આયોજન હતું. એમાં શિક્ષકો, શિક્ષિકાઓ એ ભાગ લીધો હતો અને ક્રિકેટના બહાને એક બીજાના સંપર્કમાં આવી એક બીજાને સહકાર માં કે મદદરૂપ થવાની ભાવના હોય છે. શિક્ષકોને ક્રિકેટ રમીને કોઈક ભૂલ કરી હોય અને શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું હોય તો જ્યારે જ્યારે અમારા બાળકોના ભાવિ ઘડનાર શિક્ષકોને સરકારશ્રી દ્વારા ચુંટણી કાર્ડ બનાવવાની કામગીરી (BLO), વસ્તી ગણતરી, સરકારી પ્રોગ્રામમાં બસો લઈ જવી, ગરીબ કલ્યાણ મેળામાં, સંકલ્પ વિકાસ યાત્રામાં, કોઈ નેતા આવે ત્યારે, ચૂંટણીના કામમાં શિક્ષકોને જોડી દેવામાં આવે છે ત્યારે અમારા બાળકોનું શિક્ષણ કાર્ય નથી બગડતું, જેથી અમારા આદિવાસી વિસ્તાર ધરાવતા વિસ્તારમાં શિક્ષકોને આ તમામ પ્રવૃત્તિઓથી અળગા રાખી શિક્ષણ પરજ મહત્વ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત શિક્ષકો જે ક્રિકેટ રમ્યા એમના પર કોઈ પણ પગલા લેવાવા ન જોઈએ અને જો પગલાં લેવાજ હોઈ તો આ તમામ પ્રવૃત્તિ ઓથી અમારા ધરમપુર તાલુકાના શિક્ષકોને અળગા રાખવામાં આવે અને જો શિક્ષકો પર કઈક પણ પગલા લેવામાં આવ્યા તો સરકાર શ્રી દ્વારા શિક્ષકોને આપવામાં આવતી તમામ કામગીરીનો વિરોધ કરવામાં આવશે.

