વાંસદા: આજરોજ સવારના સમયે વાંસદાથી ધરમપુર જતા રસ્તા પર આવતાં જામલીયા ગામમાં આઈસર ટેમ્પો અને બાઈક વચ્ચે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

Decision News ને સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ વાંસદાથી ધરમપુર જતા રસ્તા પર આવતાં જામલીયા ગામમાં GJ-05-UU-3167 નંબરનો આઈસર ટેમ્પો અને GJ-26-B-3717 નંબરની બાઈક વચ્ચે એક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવારને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળ પર તેના રામ રમી ગયા હતા.

સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વાંસદા પોલીસને કરતાં તે ઘટના સ્થળ પર પોહચી હતી અને લાશનો કબજો લઇ વાંસદા સિવિલ ખાતે તેની PM ની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં આઈસર ટેમ્પો ચાલકની ભૂલ હોવાનું ઘટના સ્થળ હાજર લોકોનું કહેવું છે