ધરમપુર: વર્તમાન સમયમાં રજવાડી નગરી તરીકે ઓળખાતા ધરમપુરમાં વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારના અને વિવિધ રીતે ઘણાં લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લાં ઘણા દિવસોથી આઉટસોર્સિંના 14 કર્મચારીઓ ધરમપુર ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે આંદોલન કરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ આંદોલન કરતાં કર્મચારીઓને ‘તમે આદિવાસી નીચ જાતિ છો’ એવો શબ્દ સંચાલક ઇન્દ્રા જે વત્સ દ્વારા કહેવામાં આવ્યા હતા જેને લઈને થોડા દિવસ પહેલાં કલ્પેશ પટેલ દ્વારા ઇન્દ્રા.જે વત્સ પર એટ્રોસીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે ધરમપુર પી.એસ.આઈ.શ્રીને ફરિયાદ આપવામાં આવી હતી.

વધુમાં કર્મચારીઓ જણાવે છે કે અમે 14 જેટલા કર્મચારીઓ કે જેઓએ પોતાની પડરત માગણી ને લઈ ને તા.01/02/2024 રજુઆત કરી હતી જેના અનુસંધાને મ્યુઝિયમના વહીવટકર્તાઓએ અમને છેલ્લા 6 દિવસ થી ફરજ પર હાજર ન થવા દેવામાં આવ્યા અને જેના કારણે એઓ ગેઇટની બહાર બેસીને પોતાની ફરજ બજવવા મજબુર બન્યા છે. શું હક ની માંગણી કરવાનો અધિકાર અમને નથી. જ્યારે ગવર્મેન્ટ કર્મચારીઓ પોતાની માંગણી માટે જે તે વિભાગમાં રજુઆત કરી રહ્યા હોય તો આઉટસોર્સિંગના કર્મચારીઓએ માંગની કરીને શું ભૂલ કરી ?  આ બાબતે જ્યારે કલ્પેશ પટેલને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે અમે આ આઉટસોર્સિંગના કર્મચારીઓની મુલાકાત લીધી છે અમે એમની સાથે વાત કરી છે. અમે તેમની સાથે છે. અને જો તેમની સમસ્યા નિવારણ માટે તાત્કાલિક વહીવટીતંત્ર પગલાં નહિ ભરે તો અમે પણ આક્રમક આંદોલન કરવાના મૂડમાં છીએ.