તાપી: દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો ભેગા થઈને સામાજિક ઉત્થાન તેમજ સંસ્કૃતિ બચાવવાના અભિયાન સ્વરૂપે પ્રાકૃતિક સંવાદ નું આયોજન કરતા આવ્યા છે આ વખતે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ આદિવાસી દેવ થાનક કાળા કાકર ડુંગર દેવ ખાતે  પ્રાકૃતિક સંવાદ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના પુજન થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાળા કાકર ડુંગર દેવના ઇતિહાસની માહીતી મેળવી, વરસાદ, ગાજવીજ, પવન અને ધરતી પુજા કરીને વરસાદ આવનાર વર્ષમાં કેવા પ્રકારનો રેહશે તેની પુર્વજો દ્વારા વર્ષોથી વરતાવો કરવામાં આવે છે સાથે જે વર્ષ દરમ્યાન જે નવું અનાજ ખેતરમાં પાકે છે તે પહેલાં અહીના આદિવાસીઓ આ દેવોને અર્પણ કરે છે અને પછી જ ખેતરમાં પાકેલું અનાજ ઘરે લાવવામાં આવે છે. તેની સાથે અન્ય જોડાયેલી દંતકથા ત્યાંના મૂળ વાસી પાસેથી મેળવી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ પ્રાકૃતિક સંવાદમાં આદિવાસી સમાજ કઈ રીતે નોન-જ્યુડિશિયલ સિસ્ટમ થી સંચાલિત છે તથા ઈંગ્લિશ લૉ સિસ્ટમ (જુયુડિશિયલ) અને નોન જુડિશિયલ સિસ્ટમ વચ્ચેની સંવિધાનિક ભેદ રેખા પર સંવાદ થયો. સાથે આજના સમયમાં વધી રહેલી બેરોજગારી સામે યુવાઓમાં એક મિશાલ સમાન ડોલવણના એક આદિવાસી ઉદ્યમ સાહસી યુવક “નિર્મલ ધોડીયા” જે સુરતમાં ઝારા જેવી બ્રાંડમાં નોકરી કરતા હતા તે ત્યજીને પોતાના વતનમાં પાણીપૂરીનો ધંધાની શરૂઆત કરી અને ટુંકા ગાળામાં હાલે પોતે ચાર ગણી આવકના શ્રોત ઉપજાવી કાડેલ છે. પાણીપૂરીનો ધંધો કોણ કરે?, શરમ આવે? આવાં વિચાર આજના મોઘવારીના યુગમાં બેરોજગારીને નાથવાં અડચણ રૂપ બને છે. જેની સામે કેવી રીતે ટકવું તેના જીવંત અનુભવો થી બેરોજગાર યુવાનોને અવગત કરાવાયા હતા. યુવાઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા બીજા ઉદ્યમ યુવા સાહસી એવા ઉમરપાડાના શ્રી ચંદનભાઈ વસાવા જેઓએ યુટ્યુબ ઉપર જોઈને પોતાની બચતની રકમમાથી કપડાની દુકાન શરૂ કરી શરૂઆતના દિવસોમાં વ્યવસાયનો કોઈ અનુભવ ન હોવાથી ખુબ સંઘર્ષનો સામે કેવી રીતે ટકી રેહવું. પણ આજે તેહવારોના દિવસોમાં પોતાની સ્કીલથી સારું એવું ટરનઓવર કરીને પોતાને સફળ યુવા ઉદ્યમ તરીકે પ્રસ્થાપિત કર્યા છે.

આર્ટ અને ક્રાફટમાં સિણધયના મહિલા આર્ટિસ્ટ વારલી આર્ટની શરૂઆત કરીને નેશનલ માર્કેટ જોડાયને મોંધી પેન્ટિંગનું સેલિંગ કરી રહ્યાં છે. બિઝનેસમાં ચડતી અને પડતીના સફરમાં કેવી રીતે માર્કેટ પર પકડ પકડી રખાય તે અંગે અનુભવી એવા દાદરા નગર હવેલીના ચેન્જમેકર દ્વારા વાસ્તવિકતા સાથે અવગત કરાવ્યાં. બાંબુ ક્રાફ્ટ, ટ્રાઇબલ ફ્રુટ્સ, ટ્રાઇબલ મિલેટ્સની વધતી જતી માંગો સામે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ ખુબ ઓછું છે, જેની સામે ઓર્ગેનિક ચીજવસ્તુઓની માંગ ખુબ વધી રહી છે તે વિષય પર ચર્ચા કરી. સાથે ઈ-કોમર્સ બાબતે ટેકનોલોજી ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગાપોર થી રોલ મોડલ તરીકે પ્રોફેસરે આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ થકી સૌથી વૈશ્વિક સ્તરે વિપુલ તકો ઉભી છે તેની પૂર્તિ અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું. રાષ્ટ્રીય સ્સ્તરે રોલમોડેલ તરીકે ધરતી આબા બિરસા મુંડાના પ્રદેશ થી યુવા ચેન્જમેકર દ્વારા પૂરખાયી વ્યવસ્યથાઓનું વિશેષ સંવિધાનિક મહત્વ અને આદિવાસીઓના માલિકત્વ ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આજનાં મિશ્રિતયુગમાં જે આપણી અસલ મૂળ સંસ્કૃતિ છે તે ક્યાંક ને ક્યાંક તો લુપ્ત થઈ રહી છે. કયાં અન્ય સંસ્કૃતિ સાથે મિશ્રિત થઈ રહી છે. જેથી અસલ સંસ્કૃતિના મૂળનું જતન આપણે પોતાની નૈતિક ફરજ સમજી જ્વાબદાર આદિવાસી તરીકે આગલી પેઢીમાં સોંપી રહ્યા છે તેવા પ્રાકૃત દ્રશ્યો પ્રકૃતિના સાનિધ્યમાં છલકાય આવ્યાં હતા. આ તકનો લાભ લેવા કેટલાક ઉત્સુક આદિવાસીઓ ( દીપક ગાંવિત, પૂજા પટેલ, મુકુંદ માહલા, નિર્મલ ભોયા, સહદેવ વસાવા, ધવલ પટેલ, ભાવિન ચૌધરી, વિપુલ પટેલ, ઋત્વિક ગામીત, કૃણાલ પટેલ તથા ત્યાં ઉપસ્થિત તમામમાં સૌથી નાની વયના વિપુલ ગાંવિત) છેવાડાના અંતરાળ ગામો માંથી જુસ્સા સાથે આવી પહોંચ્યા હતા સવાર થી સાંજ સુધીના આ સફરમાં જંગલના પહાડોમાં ટ્રેકિંગ થી શરુ થઈ વાસ્તવિક આદિવાસી દેવી દેવતાના પુજન તેમજ કણી કંસરીના ગ્રહણ સાથે વિચારોની આપ-લે તેમજ આદીવાસી ગીત અને તારપાના વાદ્ય તાલ પર નૃત્ય કરી આનંદ મય સમાપન થયું હતું.

પ્રાકૃતિક સંવાદના સંસ્થાપકો એવા, યુવા ચેન્જમેકરની ટીમે સમગ્ર સંચાલનનું નેતૃત્વ કરી પ્રેદશના યુવા વર્ગને જાગૃત કરવાનો પ્રયાસ સફળ બનાવ્યો હતો.