ડેડીયાપાડા: APPના નેતા ચૈતર વસાવા પર ગેરકાયદેસર ખેડાણ થઇ રહેલા કામને અટકાવવાનો પ્રયાસ કરી રહેલા વન વિભાગના બિટગાર્ડને ઘરે બોલાવી અને મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પોલીસે તેમની પત્નીની અટકાયત કરી અને ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ડેડીયાપાડાના ગામોમાં ગેરકાયદેસર ખેડાણને લઈને વન વિભાગના બિટગાર્ડને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવી અને તેની સાથે મારમારી કરી હોવાનો બીટગાર્ડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.

પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવાની હાલમાં કોઈ પત્તો નથી મળી રહ્યો ત્યારે ​પોલીસે તેમની પત્ની અને જિલ્લા પંચાયત સદસ્ય શકુંતલા વસાવાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે કલમ 386 હેઠળ ગુન્હો પોલીસ દ્વારા નોંધાયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું એમ કહેવું છે કે આ ઘટનામાં રાજકારણ રમાઈ રહ્યું છે. આ ઘટના 2024 ની લોકસભાને ધ્યાનમાં રાખીને અંજામ આપવામાં આવ્યો છે. જેથી લોકોમાં ચહિતા બનેલા એવા અમારા ધારાસભ્યને બદનામ કરી શકાય..