ડેડીયાપાડા: ચૈતર વસાવા પર ગેરકાયદેસર ખેડાણ થઇ રહેલા કામને અટકાવવાનો પ્રયાસ કરી રહેલા વન વિભાગના બિટગાર્ડને ઘરે બોલાવી અને મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ અને તેમના પત્નીને હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે નેતા ડેડીયાપાડા આદિવાસી સમાજના લોકો પોતાના નેતાના સમર્થનમાં આવી ચૈતર વસાવા નિર્દોષ છે તેને ફસાવવામાં આવી રહ્યો છે તેને બદનામ કરવામાં આવી રહ્યો છે એવા નિવેદન આપી આવતી કાલે ડેડીયાપાડા બંધનું એલાન આપી દીધું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ડેડીયાપાડાના દરેક વ્યાપારી અને ગ્રામજનોને જણાવવાનું કે આપણા દેદીયાપાડાના આદિવાસી આગેવાન ઉપર ખોટા આરોપ લગાવી ખોટા કેસ કરી આગેવાનોને સમાજના કામો કરતાં અટકાવવાનું જે ષડ્યંત્ર કરવામાં આવેલ છે જેના વિરોધમાં આવતી કાલે 4 ઓક્ટોબર 2023 ના દિને સ્વૈચ્છિક બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે ના બેનરો ગામડે ગામડે લાગવા લાગ્યા છે.

હવે આવતીકાલે પોતાના આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડાને સ્વૈચ્છિક બંધના એલાનને વહીવટીતંત્ર કેવી રીતે લે છે ?  આખરે ઘટનાનું સત્ય શું છે ?  શું આવનારી લોકસભાના ઉમેદવાર તરીકે લોકોએ જે અત્યારથી ચૈતર વસાવા પસંદ કરી લીધો છે એને લઈને આ ષડ્યંત્ર રચાયું છે એમ લોકો જે માને એ સાચું છે.. આ બધા સવાલોનો જવાબ તો આવનારો સમય જ આપશે.