વલસાડ: ગુજરાતના માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 ના ઇજનેરો દ્વારા પોતાની પડતર માંગોને લઇ વારંવાર સરકારમાં રજુઆત કરવા છતાં માંગો પૂરી ન થતાં તેઓ સચિવાલય કચેરી બહાર 500 ઇજનેરો બે કલાક માટે બેસી ગયા હતા અને જણાવ્યું હતું કે જો માંગો લાંભ પાંચમ પહેલા ન પુરી થાય તો ફરજ થી અળગા રહીશું

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાતના માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-2ના ઇજનેરો દ્વારા કામગીરીમાં પડતી મુશ્કેલીઓને લઈને માર્ગ મકાનના સચીવ ગાંધીનગરમાં રજૂઆત કરી અને કહ્યું કે આનું ઝડપમાં ઝડપ નિરાકરણ લાવવામાં આવે. તેમની માંગ હતી કે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય જોગવાઇઓમાં વધારો થયો છે. તેમને ફક્ત તાંત્રિક જવાબદારી જ સોંપવામાં આવે નિશ્ચિત કલાકોમાં જ કામગીરી કરાવવી જોઈએ

આ ઉપરાંત હાલમાં જે જગ્યા ખાલી છે તે ભરવામાં આવે અને ફરજ મોકુફી કિસ્સામાં એક ટકા આપવામાં આવે. જો લાભપાંચમ પહેલા આમ નહિ થાય તો નહીંતર કામગીરીથી દુરી બનાવવામાં આવશે એવી 500 ઇજનેરો દ્વારા સરકારને ચીમકી અપાઈ છે.