ચીખલી: 28 ઓક્ટોબર 2023 ના રોજ ચીખલી તાલુકાના રૂઢીગામ, કાકડવેલ ,સારવણી ગામના ગ્રામ્ય વિસ્તારમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર રોડનુ સરવે કરવા માટે ખાનગી કંપનીની ટીમ આવેલ આવી હતી. જેને સર્વે કરતાં રૂઢીગામ સભા મુજબ ગ્રામજનોને રોકી દેવામાં આવી હોવાનું વાત વહેતી થઇ છે.

Decision News ને મળેલી વિગતો મુજબ ચીખલી તાલુકાના રૂઢીગામ, કાકડવેલ ,સારવણી ગામના ગ્રામ્ય વિસ્તારમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર રોડનુ સર્વે કરવા માટે ખાનગી કંપનીની ટીમ આવી હતી. ગામના લોકો જોઈ તરતજ ગામના સરપંચશ્રી નટુભાઈ તથા હિતેશભાઈને જણાવી તાત્કાલીક સરવે અટકાવી, મહારૂઢીગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ તથા ઉપાધ્યક્ષ ડૉ. અનિલભાઈ પટેલ, સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, તેમજ આજુબાજુ ના સરપંચશ્રીઓ તથા આદિવાસીઓના હંમેશા સાથે રહેનારા આગેવાનોને ટેલિફોનીક જાણ કરતા, ઘટના સ્થળે પહોચી ગયા હતા.

આગેવાનોએ ખાનગી કંપનીના લોકોને અનુસૂચી-5,અને ગ્રામસભાનુ પાવર બતાવ્યુ,અને ગામમાં મંજુરી વગર પ્રવેશ્યા એ બદલ પોલીસતંત્રને બોલાવી એમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધી એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારબાદ ઘટના સ્થળેથી આગેવાનો તથા ગામ લોકો છૂટા થયા હતા.