દુનિયાની 6000 આધુનિક ભાષાઓ સ્ટોન એજ ની એક જ આફ્રિકન આદિવાસી ભાષાથી વિકસિત થયેલી છે. અંગ્રેજીથી લઈને ચીની અને સંસ્કૃત સુધી. દુનિયાભરની આ જનની ભાષા 50 થી 70 હજાર વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી.

યુનિવર્સીટી ઓફ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ના વિકાસવાદી મનોવૈજ્ઞાનિક સંશોધક કવેંટીન એટકિસનએ આ દાવો વિશ્વની 504 ભાષાઓના શબ્દો, ધ્વનીઓઅને એની ટયુનના આધારે કર્યો છે. એમની એ શોધ જયારે 2011 માં સાયન્સ જર્નલ માં પ્રકાશિત થઇ તો દુનિયાભરના ભાષાવિદો અને વૈજ્ઞાનિકોમાં ખલબલી મચી ગઈ. કેમ કે અત્યાર સુધી એવું જ માનવામાં આવતું હતું કે ભાષાઓ અલગ અલગ વિસ્તારોમાં સ્વતંત્ર રીતે વિકસિત થઇ હતી. જયારે કવેંટીન એટકિસન પ્રમાણ સાથે કહે છે કે આફ્રિકન ભાષાએ ફક્ત દુનિયાની ભાષાઓના વિકાસમાં ભૂમિકા નિભાવી પણ સભ્યતાના વિકાસ માટે આવશ્યક કલા કૌશલ્ય અને ટેકનોલોજી પણ એની જ દેન છે.

કવેંટીન એટકિસનના સંશોધનનું નિષ્કર્ષ ના પ્રમુખ આધારોમાં જીનોમ ને પણ લઇ લેવામાં આવ્યા છે જેને પ્રમાણે જેનેટીક્સ અધ્યયન પણ આફ્રિકા ના માનવીની સભ્યતા ના વિકાસનો મૂળ જન્મસ્થલી માને છે. નોબેલ વિજેતા વૈજ્ઞાનિક મૂરે ગેલ-માન, જેમણે ભાષાઓના વિકાસની શોધની એક પરિયોજનાની સ્થાપના કરી હતી અને તેમના જેવા અનેક વૈજ્ઞાનિકોએ કવેંટીનના સંશોધનના નિષ્કર્ષને તર્કસંગત માની સમર્થન આપ્યું છે.