ભરૂચ: સમગ્ર ગુજરાત માં ટાટ-ટેટ પાસ કરેલાં ઉમેદવારો ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના શિક્ષકો ની સાથે જિલ્લાના બીટીટીએસ ના પ્રમુખ સંદીપ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા પ્રાંત અધિકારી મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્રક આપ્યું હતું.

જુઓ વિડીયો..

ગુજરાતના ભવિષ્ય માટે જે શિક્ષક હોય તેની જ લાગણી દુભાવશો અને 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયક ભરતી કરીને શિક્ષકોની ભરતી કરશો તો 11 મહિના પછી ગુજરાતના શિક્ષક ક્યાં જશે એવી સરકારને રજૂઆત છે. જ્ઞાન સહાયક ભરતી રોકીને કાયમી ભરતી નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના શિક્ષકોને લઈને આંદોલન કરવામાં આવશે એવી વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય સરકારને ચીમકી આપી છે.