સાગબારા: દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપર આવેલા ગંગાપુર ગામ પાસે ભરૂચથી પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જતી ટ્રક રોંગ સાઈડ પલટીખાઈ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડતાં ૫ જેટલા પશુના મોત થયા હતાં. જ્યારે ૧૦ જેટલા પશુને ગંભીર ઈજા થઈ હતી. જયારે ટ્રક ચાલક અને ક્લિનરને પણ ભાગે ગંભીર ઈજા થતા સાગબારા હોસ્પિટલમાં ખસેડવામાં બીજા ૧૦ પશુ તેમજ ડ્રાઈવર અને ક્લિનરને ઈજા, ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો

Decision News ને મળેલી માહિતી મુજબ સાગબારા–દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે પસાર થતી એક ટ્રકના ચાલકને ગંગાપુર ગામ પાસેથી પસાર થતી વખતે ઝોકું આવી જતા રોંગ સાઈડ ઉપર ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં લઈ જવાતા પાંચ પશુના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ૧૦જેટલા પશુને ઈજા થઈ હતી. અકસ્માત ની જાણ થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ટ્રક ચાલક અને ક્લિનરને બચાવી બંનેને સાગબારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.

આ પશુઓને મહારાષ્ટ્ર ખાતેના કતલખાને લઈ જવાતા હોવાની ચર્ચા સાંભળવા મળી છે. પોલીસે પણ ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.