દેશભરમાં હાલ કોમન સિવિલ કોડ લાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેનો આદિવાસી સમાજમાં વિરોધના વંટોળ દેખાય રહ્યો છે આજે છોટા ઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ સેવા સદન પહોંચી ભારે સૂત્રોચ્ચાર જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચીમકી આપી કે જો સાંસદ અને ધારાસભ્યો સમાજને સપોર્ટ નહિ કરે તો આસામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમજ એમનો ઘેરાવો કરી અને ફટકારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ આવેદનપત્ર આપવા એકપણ આદિવાસી ધારાસભ્ય કે સાંસદ હાજર રહ્યા ન હતા. ત્યારે છોટા ઉદેપુર આદિવાસી સમાજના આગેવાન નરેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિચાર છે કે, ભારતની અંદર કોમન સિવિલ કોડ લાવીએ. આ વિચારને લઈ ઠેર ઠેર અલગ-અલગ કોમ્યુનિટિ, સાંપ્રદાય અને સંગઠનના લોકો આખા ભારતની અંદર વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે અમે આજે છોટા ઉદેપુર જિલ્લાના અલગ-અલગ સંગઠન અને આદિવાસી જિલ્લાના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. બંધારણમાં આદિવાસીઓને સિડ્યુલ ફાઈવ આપેલું છે. એ ખરેખર લાગુ થયું નથી અને એ લોકો બદલવાની ફિરાકમાં છે. સાથે સાથે પૈસા કાનૂન 1996માં બન્યું એ મુળ અશરથી લાગુ થયું નથી. એને પણ એ બદલવાની ફિરાકમાં છે. એટ્રોસિટી એક્ટ જે બન્યું છે. એ એટ્રોસિટી એક્ટ જો UCC લાગવાથી અમારા અદિવાસીઓ પર અત્યાચાર દમન થાય તો સ્પેશિયલ રાઈટ્સ છે. એ રાઈટ્સ પણ એમાથી નિકળી જશે. અમારા જળ જંગલ જમીન પર અમારી સંસ્કૃતી, વિરાસત પર પણ આ બહું મોટી આફત આવીને પડે એવી અમને તકલિફ દેખાઈ રહી છે. તો ખરેખર કોમન સિવિલ કોડ બીલ આ સરકાર લાવી રહી છે. એનો અમે સાચા અર્થમાં વિરોધ કરી રહ્યાં છીએ અને લાગું થવા દેવાના નથી. જો કોમન સિવિલ કોડ બીલ લાગું થશે તો છોટા ઉદેપુર જિલ્લાના અને એ સિવાયના બીજા જિલ્લાના લોકો સાથે સંપર્ક કરી અમારા પારંપારીક ઓજારો સાથે અમે સરકાર સામે તાકાતથી લડીશું.

UCC કોમન સિવિલ કોડ બિલકુલ સમાજના હિતમાં નથી, પણ સરકારના સમર્થનમાં ધારાસભ્ય-સાંસદો છે. છોટા ઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને સાંસદો આ સમાજને જો સપોર્ટ નહી કરે તો જે આસામવાળી થઈ એ પરિસ્થિતિનું નિર્માણ અમારા છોટા ઉદેપુર જિલ્લાના ધારાસભ્ય-સાંસદની પણ થશે. એમનો અમે ઘોરાવો કરીશું અને ફટકારીશું એવી અમારી ખુલ્લી ચિમકી છે.

સમાજ આગેવાન અર્જુન રાઠવાએ જણાવ્યું કે સમાજ કોઈ પણ પાર્ટી કરતા ઉપર છે. માત્ર આમ આદમીની વાત નથી એ કોઈ પણ પાર્ટીની વાત છે. એટલે પુરા સમાજને આ કોડથી નુકસાન થવાનું છે. આદિવાસી સમાજની સંસ્કૃતી, ઓળખને નુકસાન થવાનું છે. અત્યાર સુધીમાં આદિવાસી માટે જે કાનુન બનેલા છે એ હજી પુરા પ્રમાણમાં લાગુ નથી પાડ્યા. એ પહેલા એને નાબુદ કરવાનો અને બીજા કાનુન લગાડવાનું એ અમને ભયંકર અન્યાય કર્તા છે. હજુ પણ આ દેશમાં આદિવાસીને અધિકાર મળ્યો નથી. કોઈ પણ પાર્ટી કરતા સમાજ મોટો છે અને હું સમાજ સાથે છું.