દક્ષિણ ગુજરાત: ગતરોજ ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના સંગઠન દ્વારા ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓમાં યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) નાં વિરોધમાં રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ અને કાયદા પંચને સંબોધીને આવેદનપત્ર આપ્યું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આવેદનપત્રમાં નોંધવામાં આવ્યું છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસીઓ પર લાગૂ કરવામાં આવશે તો આદિવાસીઓના બંધારણીય હક્ક અધિકારો છીનવાશે, સાથે સાથે આદિવાસીઓને ગ્રામ્ય સ્તરે વિવિધ સત્તાઓ આપતો પેસા એક્ટ નો કાયદો પણ રદ થઇ જશે, 73AA નો કાયદો રદ થશે તો આદિવાસીઓની જમીન પણ છીનવાઈ જવાનું સંકટ રહેલું છે, આદિવાસીઓના રૂઢિગત રીત રિવાજો પર આ કાયદાની ખુબ મોટી અસર થશે. એટ્રોસિટીનો કાયદો નીરસ્ત થઈ જશે જેનાથી આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બનશે..

આ રીતે આ કાયદો લાગુ થતાં આદિવાસી સંસ્કૃતિ ,પરંપરા, રીત રિવાજ ને મોટો ખતરો છે એક રીતે કહીએ તો આદિવાસી સમાજના અસ્તિત્વ માટે સંકટ ઉભુ થશે. એટલે આ કાયદો આદિવાસી સમાજ પર લાગૂ કરવામાં ન આવે તેની માંગણી કરવામાં આવી છે.