સાગબારા: બુધવારે બપોરના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાગબારાના જાવલી ગામમાં રહ્યા હતા અને લોક સંવાદ કર્યો હતો ત્યારે આદિવાસી લોકોએ ગામડાઓમાં જે મુશ્કેલીઓ છે અને સરકારી યોજનાની હાલત કેવી છે તેના વાસ્તવિકતાના દર્શન કરાવ્યા હતા.
Decision Newsને સ્થાનિક લોકો જણાવે છે અમે મુખ્યમંત્રી જણાવ્યું કે ભુપેન્દ્ર પટેલ ગામમાં અનાજની ઘંટી ચલાવતાં પરિવારે કહયું હતું કે, ગામમાં વીજથાંભલા તો છે પણ દિવસમાં માંડ 2 થી 3 કલાક વીજળી મળે છે તેમજ નળ સે જળ યોજના હેઠળ નળ તો નંખાયાં છે પણ તેમાં પાણી જ આવતું નથી. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતું જાવલી ગામ હજી પણ વીજળી અને પાણીની સમસ્યાનો સામનો કરી રહયું છે.
મુખ્યમંત્રીની મુલાકાત બાદ શું સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા જાવલી ગામની સ્થિતિ બદલાશે ખરી ? ગામમાં જે સરકારી યોજના લાગુ છે પણ તેની સ્થિતિમાં બત્તર હાલતમાં છે જેમાં સુવિધાઓ મળશે કે કેમ ? એ તો આવનારો સમય જ બતાવશે.











