પારડી: હમ જીએ મરેંગે સાથ કી દુનિયા યાદ કરે..ગીતના બોલને અનુસરતા હોય તેમ કપરાડાના પ્રેમી પંખીડાએ પારડી પરિયા ગામના બંધાળી ફળિયા રહીને મજુરી કરતાં ત્યાં ઝાડની એક જ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી પામી છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે પારડીના પરિયા ગામના બંધાળી ફળિયામાં પ્રકાશ પટેલના નવા ઘરના બ બાંધકામ માટે કપરાડાના પ્રેમી પંખીડા મજૂરીકામને લઈને આવ્યા હતા. યુવાનનું નામ નિતેશ તુલસીરામભાઈ વળવી હતું જે કપરાડા ખડકવાળ પટેલ ફળિયાનો રહેવાસી હતો અને યુવતી ઉર્મિલા દિલીપભાઈ ભોયા જે કપરાડા ખીરુંનીયા ફળિયાની હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પંચની સંમતીથી બંને સાથે રહેતા હતા.
પણ ગતરોજ કોઈ અજાણ્યા કારણોસર તેમણે બાંધકામની નજીકમાં આવેલા ખેતરની આસપાસ આવેલા એક બોરડીના ઝાડની એક જ ડાળીએ ઓઢણી વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ જગ્યા પર પોહચી અને લાશનો કબજો લઇ આગળની આત્મહત્યાનું સત્ય જાણવા કાર્યવાહી શરુ કરી છે.











